Aapnu Gujarat
ગુજરાત

હીરા ઉદ્યોગમાં ત્રણ તબક્કે વેકેશન ખૂલશે

વિશ્વના સૌથી મોટા ડાયમન્ડ કટિંગ-પોલિશિંગ હબ સુરતમાં દિવાળી અગાઉ ઓછી માંગની અસર સ્પષ્ટપણે જોવા મળી હતી અને હવે ત્રણ તબક્કામાં દિવાળી વેકેશન પૂર્ણ થવાનો અંદાજ છે. ક્રિસમસ માટેની વિદેશી માંગ પૂર્ણ કરવા માટે ૨૦ નવેમ્બર બાદ વેકશન પૂર્ણ થતું જશે અને ૧ ડિસેમ્બરથી લગભગ બધા યુનિટ ચાલુ થવાની ધારણા છે. દિવાળી અગાઉ જ હીરાબજારમાં મજબૂત ડોલર અને મોંઘા રફ હીરાની વિપરીત અસર જોવા મળી હતી અને નાના યુનિટો માટે કામગીરી મુશ્કેલ બની હતી. આ સ્થિતિમાં અનેક નાના યુનિટો બંધ થયા હતા. બેન્કિંગ ક્ષેત્ર દ્વારા ધિરાણના મામલે સખ્તાઈ રાખવામાં આવી તેની પણ સ્પષ્ટ અસર જોવા મળતી હતી.
દરમિયાન, ક્રિસમસ માટે પણ બહુ પ્રોત્સાહક ઓર્ડર જોવા મળ્યા નહોતા અને દિવાળીના તહેવારો માટે સ્થાનિક બજારની માંગ પણ તળિયે હતી.દિવાળી વેકેશન ખૂલ્યા બાદ સ્થિતિ સામાન્ય રહેવાની ધારણા છે. મોટા યુનિટો ૨૦ નવેમ્બરથી કામકાજ શરૂ કરશે જ્યારે અન્ય યુનિટો ૨૫ નવેમ્બર અને ૧ ડિસેમ્બરથી કાર્યરત થશે. એટલે કે કુલ ત્રણ તબક્કામાં દિવાળી વેકેશન પૂર્ણ થશે. ક્રિસમસ માટેના ઓર્ડરો પૂરા કરવા પર યુનિટો ધ્યાન આપશે અને એકંદરે દિવાળી અગાઉની સ્થિતિ કરતાં સારી સ્થિતિ રહેશે એવી અપેક્ષા છે.સુરતના હીરા ઉદ્યોગમાં લગભગ ૫,૦૦૦થી વધારે યુનિટ ધમધમે છે અને કટ એન્ડ પોલિશ્ડ ડાયમન્ડનું ?૮૦,૦૦૦ કરોડ જેટલું ટર્નઓવર છે. રફ ડાયમન્ડના ભાવમાં વધારો થવાની સામે પોલિશ્ડ ડાયમન્ડના ભાવમાં એટલો વધારો જોવા મળ્યો નથી અને ડોલરની મજબૂતાઈનો લાભ પણ માત્ર ગણતરીની કંપનીઓને જ મળ્યો હતો.દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કે મોટા યુનિટો વેકેશન પૂર્ણ કરે ત્યાર બાદ લગભગ ૧૦દિવસના અંતરે જ નાના યુનિટો કાર્યરત થતા હોય છે અને અનેક રત્નકલાકારો વિલંબથી પણ આવે છે.

Related posts

અમદાવાદમાં પણ ૭૦૦થી વધુ ડોકટરની સાયકલ રેલી

aapnugujarat

તા. ૨૫ મી માર્ચે કેન્દ્રિય ટેક્ષટાઇલ અને માહિતી-પ્રસારણ મંત્રી શ્રીમતી સ્મૃતિબેન ઇરાની નર્મદા જિલ્લાના પ્રવાસે

aapnugujarat

જિલ્લા પંચાયત આરોગ્ય શાખા અમદાવાદ દ્વારા કર્મચારીઓને પ્રમોશન અને કાયમી ઓર્ડર અપાયા

editor

Leave a Comment

UA-96247877-1