Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

સંસદનું શિયાળુ સત્ર ૧૧ ડિસેમ્બરથી,રામ મંદિર પર કાયદો લાવશે મોદી સરકાર?

સંસદનું શિયાળુ સત્ર ૧૧ ડિસેમ્બરથી શરૂ થવા જઇ રહ્યું છે, જે આઠ જાન્યુઆરી ૨૦૧૯ સુધી ચાલશે. કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે આ જાણકારી આપી હતી. આ સત્રમાં રામ મંદિર પર બિલ લાવવાની અટકળો લગાવાઇ રહી છે. લોકસભા ચૂંટણી પહેલા મોદી સરકાર પર રામ મંદિર પર સંસદમાં કાયદો લાવવાનું ઘણુ દબાણ છે. સાધુ-સંતો અને આરએસએસ સહિત કેટલાક હિંદુવાદી સંગઠનોએ આ સંબંધમાં મોદી સરકારને અલ્ટીમેટમ આપેલ છે. મંત્રિમંડળના સંસદીય મામલાઓની સમિતિએ સંસદના શિયાળુ સત્ર ૧૧ ડિસેમ્બરથી ૮ જાન્યુઆરી સુધી બોલાવવાની ભલામણ કરી છે. આ પહેલા મંગળવાર રાત્રીના કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહની અધ્યક્ષતાવાળી CCPAની બેઠક તેમના નિવાસસ્થાને થઇ અને સંસદ સત્રની તારીખ પર વિચાર-વિમર્શ કરવામાં આવ્યો છે.
આગામી લોકસભા ચૂંટણીથી પૂર્વ નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકારનું આ અંતિમ પૂર્ણ સંસદીય સત્ર હશે. સંસદના શિયાળુ સત્ર સામાન્ય રીતે નવેમ્બરમાં શરૂ થાય છે, પરંતુ આ સતત બીજુ વર્ષ છે, જ્યારે શિયાળુ સત્ર ડિસેમ્બરમાં શરૂ થશે. પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીના કારણે આ વર્ષે સત્રમાં મોડુ થયું છે.
મહત્વનું છે કે, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, મિઝોરમ અને તેલંગાણામાં વિધાનસભા ચૂંટણી થઇ રહી છે. આ તમામ રાજ્યોની ચૂંટણીના પરિણામ ૧૧ ડિસેમ્બરે આવશે. જો કે, શિયાળુ સત્ર પણ ત્યારે જ શરૂ થશે જે દિવસે આ પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામ આવશે.
આ પાંચ રાજ્યોમાંથી મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાનમાં ભાજપ સરકાર છે. વિધાનસભા ચૂંટણીના પરિણામોની અસર સંસદીય કાર્યવાહી પર પણ દેખાશે. આ ચૂંટણીમાં સત્તાધારી ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખરાખરીની ટક્કર છે.
મોદી સરકાર અયોધ્યામાં રામમંદિર નિર્માણ માટે સંસદના શિયાળુ સત્રમાં કાયદો બનાવવા અથવા વટહુકમ લાવવાના મૂડમાં નથી. મોદી સરકારનું કહેવું છે કે તેઓ જાન્યુઆરી-૨૦૧૯માં સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોવાનું પસંદ કરશે. એક વરિષ્ઠ કેબિનેટ પ્રધાનની ઓળખ ગુપ્ત રાખીને મીડિયા અહેવાલમાં દાવો કરાયો છે કે તેઓ આરએસએસ પ્રમુખ મોહન ભાગવતની ભાવનાઓનું સમ્માન કરે છે. ન્યાય પ્રક્રિયામાં થઈ રહેલા વિલંબને કારણે તેઓ નિરાશ છે. પરંતુ આ તબક્કે કાયદો બનાવવાનો માર્ગ વાંછનીય નથી. પરંતુ ભાજપનું નેતૃત્વ આરએસએસને રામમંદિર નિર્માણ માટે રાષ્ટ્રવ્યાપી અભિયાન છેડવાથી રોકી શકશે નહીં. કારણ કે તેનાથી હિંદુ વોટબેંક મજબૂત થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઈચ્છે છે કે તેઓ એપ્રિલ-મે ૨૦૧૯માં સત્તામાં પોતાના પાંચ વર્ષોના કાર્યકાળ દરમિયાન તેમની સરકાર દ્વારા કરવામાં આવેલા વિકાસકાર્યોના નામે વોટ મેળવે. તેઓ અંગતપણે રામમંદિરને ચૂંટણીનો મુદ્દો બનાવવાના તરફદાર નહીં હોવાનો પણ મીડિયા અહેવાલમાં દાવો કરાયો છે. પરંતુ તેઓ લોકસભાની ચૂંટણી પહેલા રામમંદિરની આસપાસ આશાનું વાતાવરણ ઉભું કરવાની વિરુદ્ધ નથી.

Related posts

मायावती ने भतीजे आकाश आनंद को बनाया बीएसपी का नैशनल कोऑर्डिनेटर

aapnugujarat

चुनावों में न हो नुकसान, दलित सांसदों को मनाएंगे पीएम मोदी

aapnugujarat

Goal of making India $5 trillion economy by 2024 is difficult but not impossible : Gadkari

aapnugujarat

Leave a Comment

UA-96247877-1