Aapnu Gujarat
ગુજરાત

મ્યુનિ.હેલ્થ વિભાગની થેલેસેમિયા સામે ઝૂંબેશ : પરિક્ષણ બાદ કુલ ૫૦ કેસમાં થેલેસેમિયા ગર્ભને દુર કરાયા

વર્તમાન સમયમાં થેલેસેમિયાનો રોગ એક વિકટ સમસ્યા બનતો જઈ રહ્યો છે.તેવા સમયે મ્યુનિસિપલ હેલ્થ વિભાગ દ્વારા એક ખાસ ઝૂંબેશ હાથ ધરીને અમદાવાદ શહેરની સગર્ભા મહિલાઓના થેલેસેમિયા ટેસ્ટ કરાવ્યા હતા.જે પૈકી ૧,૪૯૫ મહિલાઓને થેલેસેમિયા માઈનોરના લક્ષણો દેખાતા તેમને સ્ક્રીનીંગ હેઠળ ૧૩ સપ્તાહ સુધી રાખીને બાદમાં ૫૦ કેસોમાં દંપત્તિઓ અને તેમના પરિવારજનોને સમજાવીને આવનારા થેલેસેમિયાગ્રસ્ત બાળકની પ્રસુતિ અટકાવી છે.આ અંગે મળતી માહિતી અનુસાર,મ્યુનિસિપલ હેલ્થ વિભાગ તરફથી થેલેસેમિયાના રોગની ખાસ ઝૂંબેશના ભાગરૂપે અમદાવાદ શહેરમાં આવેલી મ્યુનિસિપલ કોર્પોેરેશન સંચાલિત હોસ્પિટલો ખાતે સગર્ભા મહિલાઓના થેલેસેમિયા ટેસ્ટ કરવામાં આવ્યા હતા.આ ટેસ્ટમાં કુલ મળીને ૧૪૯૫ સગર્ભા મહિલાઓને થેલેસેમિયા માઈનોર જણાતા તેમને ૧૩ સપ્તાહ સુધી સતત નિરીક્ષણમાં રાખવામાં આવી હતી.આ અંગે ઈન્ચાર્જ મેડીકલ ઓફિસરનું કહેવું છે કે,આ મહિલાઓને થેલેસેમિયા માઈનોર જણાતા તંત્રને લાગ્યુ કે તેમના પતિને થેલેસેમિયા મેજર હોવો જોઈએ.જેની પણ ચકાસણી કરવામાં આવી હતી.દર વર્ષે ગુજરાતમાં ૧૦,૦૦૦ જેટલા બાળકો થેલેસેમિયાના રોગ સાથે જન્મ લઈ રહ્યા છે.આ રોગ જિનેટીક બ્લડ ડીસઓર્ડરના કારણે સંતાનને પણ વારસામાં ઉતરી આવતો હોય છે.આ રોગના દર્દીને દર મહીને નવુ અને જે તે ચોકકસ ગ્રુપનું લોહી ચઢાવવું પડતુ હોય છે.મ્યુનિસિપલ હેલ્થ વિભાગ તરફથી કરવામાં આવેલા નિરીક્ષણમાં દર ૯૯ કેસમાં મહિલાઓના પતિ થેલેસેમિયા મેજરના લક્ષણો ધરાવતા હોય છે.આ સાથે જ મ્યુનિસિપલ હેલ્થ વિભાગ દ્વારા સતત તેર સપ્તાહ સુધી આ સગર્ભા મહિલાઓના તબીબી પરિક્ષણ કર્યા બાદ એમ જોવા મળ્યું કે,તેમનું આવનાર સંતાન પણ થેલેસેમિયાના લક્ષણો લઈને જ જન્મ લેવાનું છે.ત્યારબાદ આવા દંપત્તિઓ અને તેમના પરિવારજનોને આ વિષય મામલે સમજુત કરવામાં આવ્યા હતા.આ મહિલાઓ પૈકી ૫૦ કેસમાં આવા દંપત્તિઓ અને પરિવારજનોએ થેલેસેમિયાગ્રસ્ત સંતાનનો જન્મ ન ઈચ્છતા તેમની પ્રસુતિ અટકાવી ગર્ભને દુર કરવામાં આવ્યો હતો.

Related posts

પાંચ હજારથી ઓછા મતોથી જીતેલાં ૨૦ સભ્ય સામે રિટ

aapnugujarat

સ્ટેમ્પ ડ્યુટી ઓનલાઈન ભરી શકે તે માટે ઇ-પેમેન્ટ વ્યવસ્થા

aapnugujarat

ભાજપ મહિલા મોરચાનાં રાષ્ટ્રીય અધ્યક્ષ વિજ્યા રાહતકર મહાસંપર્ક અભિયાનમાં જોડાયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1