Aapnu Gujarat
Uncategorized

બાબરામાં દુષ્કાળના ડાકલા : ૫૭ ગામના સરપંચોએ રેલી યોજી

ગુજરાતમાં સામાન્ય વરસાદના કારણે અનેક જિલ્લામાં દુષ્કાળના ડાકલા વાગી રહ્યાં છે. તેમજ પાણી અને ઘાસચારાની અછતને કારણે પશુપાલકો હિજરત કરી રહ્યાં છે. દરમિયાન અમરેલીના બાબરા તાલુકાના ૫૭ ગામના સરપંચોએ તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરવાની માગ સાથે વિશાળ રેલી યોજીને સભા સંબોધી હતી.
ચોમાસામાં ઓછા વરસાદના કારણે જળાશયોમાં નવા પાણીની ઓછી આવક થઈ હતી. જેથી શિયાળાના આરંભ સાથે જ પાણી અને ઘાસચારાની વિક્ટ સમસ્યા સર્જાઈ છે. અછતની સ્થિતિને ધ્યાનમાં રાખીને સરકારે અનેક તાલુકાઓને અછતગ્રસ્ત જાહેર કર્યા છે. ત્યારે અમરેલીમાં પણ ચોમાસામાં સામાન્ય વરસાદ થયો હતો. જેના કારણે ઘાસચારાના અભાવે પશુપાલકો મુશ્કેલીમાં મુકાયા છે. તેમજ સિંચાઈના પાણીના અભાવે ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો છે.
દરમિયાન બાબરા તાલુકાના ૫૭ જેટલા ગામના સરપંચોની વિશાળ રેલી યોજાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો, પશુપાલકો જોડાયા હતા. તેમજ એક સભા યોજાઈ હતી. જેમાં તાલુકાને અછતગ્રહસ્ત જાહેર કરીને ખેડૂતોને યોગ્ય વળતર આપવા અને માલધારીઓને ઘાસચારો પુરો પાડવા માગ કરી છે.

Related posts

ગીર-સોમનાથ જીલ્લા અનુ. જાતિનો વિચાર ગોષ્ઠિ સંવાદ કાર્યક્રમ યોજાયો

aapnugujarat

ખાલી પડેલી જસદણ સીટ પર ચૂંટણી ક્યારે યોજાશે ? : ચર્ચાએ જોર પકડ્યું

aapnugujarat

ઉનાનાં માઢગામ પાસે રૂા. ૧૦.૮૦ લાખનાં ખર્ચે નદીની પુન:જીવીત કરવાનો પ્રોજેક્ટ હાથ ધરાશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1