Aapnu Gujarat
રમતગમત

આઈસીસીએ નુવાન ઝોયસા પર મેચ ફિક્સિંગનો આરોપ લગાવ્યો

ીલંકાના પૂર્વ ઝડપી બોલર અને વર્તમાન બોલિંગ કોચ નુવાન ઝોયસા પર આઈસીસએ મેચ ફિક્સિંગનો આરોપ લગાવ્યા છે અને ખુલાસો કરવા માટે આઈસીસીએ એક નવેમ્બરથી ૧૪ દિવસનો સમય આપ્યો છે. જોકે, શ્રીલંકા ક્રિકેટ બોર્ડે ઝોયસાને તેના પર લાગેલા આરોપ બાદ તાત્કાલિક અસરથી બોલિંગ કોચપદેથી હટાવી દીધો છે.
આઈસીસીએ નુવાન ઝોયસા પર સીધે સીધા તેના નિયમ ૨.૧.૧ મુજબ આરોપ લગાવ્યા છે. આ નિયમ મુજબ ખેલાડી પર સીધું ઇન્ટનરનેશનલ મેચમાં ફિક્સિંગનો આરોપ હોય છે. આ ઉપરાંત તના પર ૨.૧ અંતર્ગત પણ આરોપ લગાવાયો છે જે મુજબ તેણે કોઈ ખેલાડીને ફિક્સિંગ માટે પ્રેરિત કર્યો હોય અથવા ઉશ્કેર્યો હોય. તેના પર નિયમ ૨.૪.૪ અંતર્ગત આઈસીસીની એન્ટિ કરપ્શન ટીમની સામે પુરાવાને છુપાવવાનો અને તેની જાણકારી ન આપવાનો આરોપ લગાવ્યો છે. ૪૦ વર્ષીય નુવાન ઝોયસાએ ૧૯૯૯થી ૨૦૦૭ દરમિયાન શ્રીલંકા તરફથી ૩૦ ટેસ્ટ, ૯૫ વન-ડે અને સાત ટી-૨૦ મેચ રમી છે. છેલ્લા કેટલાક સમયથી શ્રીલંકન ક્રિકેટમાં ભ્રષ્ટાચારને લઈ મોટી ઉથલ-પાથલ સર્જાઈ છે. ટીમના પૂર્વ કેપ્ટન જયસૂર્યા સામે પણ એન્ટિ કરપ્શન કોડના ઉલ્લંઘનનો આરોપ લગાવાયો હતો. ગત અઠવાડિયે શ્રીલંકાના ચીફ ફાઇનાસ્યિલ ઓફિસર વિમલ દિસાનાયકે સામે સોની ટીવીને આપવામાં આવેલા ટીવી અધિકારમાં નાણાકીય ગોટાળા કરવા બદલ જેલ મોકલ્યો હતો.

Related posts

૧૬ વર્ષ બાદ ઈંગ્લેન્ડની ટીમ કરશે પાકિસ્તાનનો પ્રવાસ

editor

ISSF World Cup : Elavenil Valarivan wons Gold in 10m Air Rifle

aapnugujarat

आईसीसी टेस्‍ट रैंकिंग : विराट की बादशाहत कायम, बुमराह की टॉप-10 में एंट्री

aapnugujarat

Leave a Comment

UA-96247877-1