Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

અમેરિકાનું વલણ પડ્યું નરમ, ભારત ઈરાન પાસેથી ઈંધણ આયાત કરી શકશે

અમેરિકાએ કાચા ઈંધણને લઈને ઈરાન પર પ્રતિબંધ લગાવ્યો હતો જેમાં ભારતને છૂટ આપવા સહમતિ આપી છે. અમેરિકાનું આ પગલુ ૨૦૧૮-૧૯માં તેહરાનથી ઈંધણ આયાત કરવામાં લગભગ એક તૃતિયાંશ કાપ પર નિર્ણય બાદ આવ્યો છે. આ વાતની અધિકારીક રીતે ઘોષણા થોડા સમયમાં જ કરવામાં આવશે.એક નવા પરમાણુ કરાર પર ઈરાન સાથેની વાતચીત પર અમેરિકાએ આવકના સૌથી મોટા સ્ત્રોતને ૪ નવેમ્બરે ઈંધણ પર પ્રતિબંધ લાદવાની યોજના ઘડીકાઢી છે. આ પ્રતિબંધ બાદ જો કોઈ દેશ કે કંપની અમેરિકાની રજા કે પરમિશન વીના ઈરાન સાથે વેપાર કરે છે તો અમેરિકા સાથે દુશ્મની વહોરવા તૈયાર રહેવુ પડશે. અમેરિકાના પ્રતિબંધોનો સામનો કરવાનો રહેશે.અમેરિકાએ તમામ દેશો પર ઈરાન પાસેથી ઈંધણના આયાતને શૂન્ય પર લાવવાનું દબાણ કરી રહ્યુ છે. તે એ ખાસ દેશોને ઈરાન પાસેથી ઇંધણની સીમિત આયાતને મંજૂરી આપશે, જેમણે આયાત ભારે કાપ મુક્યો છે. અથવાતો કાપ મુકવાનું આશ્વાસન આપ્યુ છે. ભારત તેમજ અન્ય પ્રમુખ દેશો ઈંધણની આયાતથી મળતી છૂટમાટે અમેરિકા સાથે સતત વાટાઘાટો કરી રહ્યુ હતુ. આ વાટાઘાટો મહિનાઓ સુધી ચાલી ત્યારબાદ અમેરિકા થોડુ નરમ પડ્યુ છે.
સૂત્રો તરફથી મળી રહેલ માહિતી પરથી ભારત તથા અમેરિકાની વચ્ચે વ્યાપક રૂપે સહમતિ મળી છે. ભારત ઈરાન પાસેથી ઈંધણની આયાત ૨૦૧૭-૧૮ની સરખામણીમાં લગભગ ૩૫ ટકા ઓછી કરશે. જે એક ઉલ્લેખનીય કાપ છે.ભારતે ૨૦૧૭-૧૮માં ઈરાન પાસેથી લગભગ ૨.૨ કરોડ ટન કાચા ઈંધણની આયાત કરી હતી અને ૨૦૧૮-૧૯માં તેને વધારીને ૩ કરોડ ટન ઈંધણ કરવાનો શરૂઆતની યોજના બનાવી છે. પણ આ માટે ભારત સામે એક શરત છે કે ઇંધણની કંપનીઓએ આયાત ઘટાડીને ૧.૪-૧.૫ કરોડ ટન કરવાની રહેશે.આયાતને મળતી આ છૂટ પર ઇંધણ તથા એમઆરપીએલ માટે રાહતના સમાચાર છે. બંને ઈરાન પાસેથી મોટા પ્રમાણમાં ઈંધણ ખરીદે છે. ઈરાનને આ ઇંધણની રકમ કેવી રીતે આપવામાં આવે તે અંગે બંને દેશો વચ્ચે વાતચીત ચાલી રહી છે. આશા છે કે આની ચુકવણી માટે ૫૫ ટકા યુરોથી તો ૪૫ ટકા રૂપિયામાં ચુકવણી કરવામાં આવશે.ભારતે અમેરિકાને ભરોસો અપાવ્યો છે કે ચુકવણીની આ રીત સુનિશ્ચિત કરે ચે તે ઈરાન ભારતની રકમનો ઉપયોગ આતંકવાદ સબંધિત કોઈ ગતિવિધિ માટે કરવામાં આવશે નહી. ત્યારબાદ જ અમેરિકા આ છૂટ આપવા તૈયાર થયુ છે.

Related posts

पाकिस्तान को आर्थिक रूप से कमजोर करना चाहता है भारत : कुरैशी

aapnugujarat

અમેરિકાએ યુક્રેનને ૪૦ અબજ ડોલરની સહાય આપી

aapnugujarat

સિડનીમાં અસામાજિક તત્વોએ હિન્દુ મંદિરમાં તોડફોડ કરી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1