Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

૭,૦૦૦ નિરાશ્રિતોને પ્રવેશ નહીં આપવા ટ્રમ્પની તૈયારીઓ

મેક્સિકો બોર્ડરથી અમેરિકામાં પ્રવેશ મેળવવા ઇચ્છતા અંદાજિત ૭,૦૦૦ સેન્ટ્રલ અમેરિકન ઇમિગ્રન્ટ્‌સને અટકાવવા માટે પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ નવા નિયમ બહાર પાડે તેવી શક્યતાઓ છે. વોશિંગ્ટન પોસ્ટ અનુસાર, ગુરૂવારે રાત્રે પ્રેસિડન્ટે સાઉથ યુએસ બોર્ડર તરફ આગળ વધી રહેલા કારવાંને અટકાવવાના આદેશ આપ્યા છે.
મીડિયા રિપોર્ટ અનુસાર, ટ્રમ્પે એક પ્રેસિડન્ટ તરીકે પોતાની પાસે રહેલી ઇમિગ્રેશન એન્ડ નેશનાલિટી ઓથોરિટીને લગતા પ્લાનના ડ્રાફ્ટ તૈયાર કર્યા છે. ઇમિગ્રેશન એન્ડ નેશનાલિટી એક્ટમાં ઇમિગ્રન્ટ્‌સને નેશનલ ઇન્ટરેસ્ટથી વિપરિત પ્રવેશ કે આશ્રય આપી શકાય નહીં તેવો ઉલ્લેખ છે.
જો કે, ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનના સીનિયર ઓફિસરે વોશિંગ્ટન પોસ્ટને આ પ્રકારના ડ્રાફ્ટનો ઉલ્લેખ કરવા બદલ ઝાટકણી કરી છે. સીનિયર ઓફિસર અનુસાર, ઇમિગ્રન્ટ્‌સ અને કારવાં મુદ્દે હાલ કોઇ પણ નિશ્ચિત નિર્ણય લેવામાં આવ્યો નથી.
વ્હાઇટ હાઉસ તરફથી આ મુદ્દે કોઇ પ્રતિક્રિયા હજુ સુધી આવી નથી. જો એડમિનિસ્ટ્રેશન સેન્ટ્રલ અમેરિકન માઇગ્રન્ટ્‌સ માટે બોર્ડર ક્લોઝ કરે છે, તો પણ તાત્કાલિક ધોરણે લેવાયેલા નિર્ણયના કારણે મુશ્કેલીઓ આવી શકે છે. જે પ્રકારે ટ્રાવેલ બૅન દરમિયાન આવી હતી.સુપ્રીમ કોર્ટે જૂન મહિનામાં અત્યંત વિવાદની વચ્ચે ટ્રાવેલ બૅનની અરજીને સમર્થન આપ્યું હતું.હજારો ઇમિગ્રન્ટ્‌સ હોન્ડૂરાસ, અલ સાલ્વાડોર અને ગ્વાતેમાલાથી આવેલા માઇગ્રન્ટ્‌સ હિંસા અને ગરીબીથી ત્રસ્ત થઇ અમેરિકામાં પ્રવેશ મેળવવા યુએસ બોર્ડર તરફ આગળ વધી રહ્યા છે.પ્રેસિડન્ટ ટ્રમ્પે કારવાંને લઇ ટ્‌વીટર પર અને જાહેર સભામાં સંબોધન દરમિયાન પણ તેઓને અટકાવવાને લઇને અનેકવાર નિવેદનો આપી ચૂક્યા છે.ટ્રમ્પે મિડ-ટર્મ ઇલેક્શનને ધ્યાનમાં રાખીને આ માઇગ્રન્ટ્‌સને યુએસમાં પ્રવેશ આપવાને લઇને કડક આદેશો આપ્યા છે. ટ્રમ્પે નેશનલ સિક્યોરિટીને પણ બોર્ડર પર મિલિટરી ગોઠવી દેવાના આદેશ આપ્યા હતા.

Related posts

જર્મનીમાં ચર્ચમાં હુમલાખોરો દ્વારા અંધાધૂંધ ગોળીબાર કરતાં 6 લોકોનાં મોત

aapnugujarat

ગમે તે કરી વધુ બાળકો પેદા કરવા ચીને સિંગલ વુમનને આગળ ધરી

aapnugujarat

3 JuD members arrested by Pakistan authorities from Punjab province

aapnugujarat

Leave a Comment

UA-96247877-1