Aapnu Gujarat
ગુજરાત

સુરતમાં ઘરઘાટી પ્રથમ દિવસે લાખોના દાગીના લઇ પલાયન

સામાન્ય રીતે ઘરમાં ઘરઘાટી તરીકે ત્રણ કે છ મહિના અગાઉ નોકરીએ રાખ્યો હોય અને બાદમાં તે ચોરી કરી ફરાર થઇ ગયો હોય તેવું સાંભળ્યું હશે, પરંતુ સુરતમાં માત્ર છ કલાક અગાઉ ઘરઘાટી તરીકે નોકરીએ રાખેલો યુવક ઘરમાંથી રૂ. ૪૦.૧પ લાખના દાગીનાની ચોરી કરી ફરાર થઇ ગયો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. સુરતનાં વેસુ વીઆઈપી રોડ પર સ્વિમ પેલેસ એપાર્ટમેન્ટમાં કાપડનાં વેપારીને ત્યાં નોકર માત્ર ૬ કલાકમાં ચોરી કરી ફરાર થતાં ખટોદરા પોલીસે ચોરીનો ગુનો નોંધી સીસીટીવી કેમેરાનાં આધારે તપાસ શરૂ કરી છે. આ અંગેની વિગત એવી છે કે, સુરતનાં વેસુ વીઆઈપી રોડ સ્વિમ પેલેસ એપાર્ટમેન્ટમાં રહેતા અને સુરત ટેક્સટાઇલ માર્કેટનાં કાપડનાં વેપારી વિમલ વિશ્વનાથ બેડિયા પર ચાર દિવસ પહેલાં શંકર નામનાં શખ્સે કોલ કરીને એવું કહ્યું કે નોકર રખના હૈ, ભેજ તો દૂં? બે દિવસ પહેલાં સવારે કમલેશ યાદવ નામ કહીને યુવક ફ્‌લેટમાં નોકરી માટે આવ્યો હતો. ફ્‌લેટનાં માલિકે તેને ફ્‌લેટમાં કામ માટે રાખ્યો હતો. સવારે ૧૦.૩૦ વાગ્યે આવેલા નોકરે બપોર સુધી કામકાજ કર્યું હતું. બપોરે મહિલાઓ રૂમમાં સૂઈ જતાં નોકર મોકો મળતાં કબાટમાંથી રૂ. ૪૦.૧પ લાખની કિંમતના સોનાનાં ઘરેણાં ચોરી કરીને સાંજે ૪.૩૦ વાગ્યે રફુચક્કર થઈ ગયો હતો. સાંજે મહિલાઓ જાગી ત્યારે ઘરમાં સામાન અસ્તવ્યસ્ત હતો અને કમલેશ ગાયબ હતો. સવારે નોકરી પર રાખેલો નોકર બપોરે જ ચોરી કરી ફરાર થઇ જતાં ખટોદરા પોલીસને જાણ કરાઈ હતી. પોલીસે ફ્‌લેટના સીસીટીવી કેમેરાની તપાસ કરતાં ચોર તેમાં કેદ થયો હતો. પોલીસે કેમેરાનાં આધારે રીઢા ચોરની ઓળખ કરી લીધી છે. ચોરી કરનાર યુવકનું સાચું નામ જેન્તીલાલ ઉર્ફે રમેશ સેતમલ ઓસ્વાલ જૈન છે. અગાઉ તે ઉમરા પોલીસનાં હાથે બે વાર પકડાઈ ચુક્યો છે. મોટાભાગે તે મારવાડી ફેમિલીના ઘરમાં નોકર તરીકે કામ કરી મોકો મળતાં જ ચોરી કરી રફુચક્કર થઈ જાય છે. પોલીસે આરોપી જેન્તીલાલને પકડવા માટે ટીમ પણ રવાના કરી દીધી છે.
આરોપી રીઢા ચોરને વેપારીઓના ઘરમાં પૈસા હોવાની ટીપ આપવામાં આવતી હોવાની શંકા છે. પોલીસે છ કલાકમાં લાખોની ચોરી કરનાર ચોરને ઝડપવા તજવીજ શરૂ કરી છે. દીવાળીનાં તહેવાર દરમ્યાન ઘરઘાટી અથવા કામ કરવા માટે આવતા આવા નોકરોથી લોકોએ સાવચેત રહેવા સાવધ કરે તેવી શીખ આપતો આ કિસ્સો છે.

Related posts

ડભોઈ તીલકવાળા રોડ પર ગોઝારો અકસ્માત : યુવકનું મોત

editor

માસ્કનો દંડ ઘટાડવા સરકાર હાઈકોર્ટમાં રજૂઆત કરશે

editor

હિંમતનગરના રંગીલા કેનેડિયન પરિવારે રામ મંદિર અર્થે રૂ. ૫૧૦૦૦ દાન અર્પણ કર્યું

editor

Leave a Comment

UA-96247877-1