Aapnu Gujarat
ગુજરાત

વેજલપુરમાં માસુમ સગીરા પર દુષ્કર્મની ઘટનાથી ખળભળાટ

શહેરના વેજલપુર વિસ્તારમાં પરપ્રાંતીય પંદર વર્ષીય સગીરા સાથે સામૂહિક દુષ્કર્મની ઘટના બાદ શહેરમાં વેજલપુર વિસ્તારમાં ઔડાની આવાસ યોજનામાં રહેતી એક સાડા તેર વર્ષની સગીરાનું અપહરણ કરી બે યુવકો દ્વારા દુષ્કર્મ આચરવાની ઘટના સામે આવતાં ભારે ચકચાર મચી ગઇ છે. અમદાવાદમાં એક જ દિવસમાં બે સગીરા પર દુષ્કર્મની ઘટનાઓ નોંધાતા શહેર સહિત રાજયભરમાં ખળભળાટ મચી ગયો છે. સગીરાના વાલી તરફથી શહેરના આનંદનગર પોલીસમથકમાં આરોપી યુવકો કિરણ ઠાકોર અને રણજીત ઠાકોર વિરૂધ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે, જેને પગલે પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી લીધી હતી. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, શહેરના વેજલપુર વિસ્તારમાં ઓૈડા આવાસ યોજનામાં રહેતા અને છૂટક મજૂરી અને ઘરકામ કરી ગુજરાન ચલાવતાં એક ગરીબ પરિવારની સાડા તેર વર્ષની સગીરાનું નજીકમાં જ રહેતાં આરોપી યુવક કિરણ ઠાકોર અને રામદેવનગર વિસતનગર તલાવડી પાસે રહેતા આરોપી રણજીત ઠાકોર દ્વારા ગઇકાલે અપહરણ કરાયું હતું અને સેટેલાઇટ વિસ્તારમાં ચંદન પાર્ટી પ્લોટની પાસે કર્મ જયોત ટાવર નજીકની જગ્યાએ તેણીની પર વારાફરથી દુષ્કર્મ આચર્યું હતું. આરોપીઓના અત્યંત ઘૃણાસ્પદ અને હિચકારા કૃત્યને પગલે સગીરાના ગુપ્ત ભાગે ઇજા પણ થઇ હતી. માસૂમ સગીરા પર દુષ્કર્મ ગુજાર્યા બાદ આરોપીઓ તેણીને રેલ્વે ફાટક પાસે છોડીને ભાગી ગયા હતા. બાદમાં સગીરાએ સમગ્ર ઘટના અંગે તેની માતાને વાત કરતાં તેણીએ શહેરના આનંદનગર પોલીસમથકમાં બંને આરોપીઓ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેને પગલે પોલીસે આરોપી કિરણ ઠાકોર અને રણજીત ઠાકોરની ધરપકડ કરી લીધી હતી. જો કે, આ બનાવને પગલે ભારે ચકચાર મચી ગઇ હતી. અમદાવાદ શહેરમાં એક જ દિવસમાં બે સગીરાઓ પર દુષ્કર્મની અલગ-અલગ ઘટનાઓ નોંધાતા શહેર સહિત રાજયભરમાં ખળભળાટ મચી ગયો છે. બીજીબાજુ, પોલીસ તંત્ર સામે પણ ગંભીર સવાલો ઉઠી રહ્યા છે.

Related posts

પ્રોપર્ટી ટેક્સ રિબેટ યોજનાની મુદત વધારવાનો નિર્ણય થયો

aapnugujarat

અમદાવાદમાં સૌથી મોટો દીક્ષા સમારોહ, એકસાથે ૧૯ લોકો દીક્ષા લેશે

aapnugujarat

બિયારણ વગેરેની ખરીદીમાં છેતરાય નહીં તે માટે જાહેર થઈ માર્ગદર્શિકા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1