Aapnu Gujarat
ગુજરાત

ઓઢવમાં રોડ પર હીટ એન્ડ રનમાં ઘવાયેલા વૃદ્ધનું મોત

શહેરનાં નિકોલ-ઓઢવ રોડ પર હિટ એન્ડ રનની ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલા વૃદ્ધનું આખરે સારવાર દરમ્યાન મોત નીપજ્યું છે. આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. હીટ એન્ડ રન અકસ્માતના આ બનાવ અંગે આઇ ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, નિકોલ વિસ્તારમાં આવેલી ચંદનવીલા સોસાયટીમાં લાભુભાઇ સાવલીયા પરિવાર સાથે રહે છે. દસ દિવસ પહેલા લાભુભાઇના પિતા જાગાભાઇ સાવલીયા તેમના ભાઇ ઠાકરશીભાઇના ઘેર ગયા હતા ત્યાંથી રિક્ષામાં બેસી ઘેર પરત ફરતા હતાં ત્યારે મનમોહન ચાર રસ્તા પાસે ચાલતા પસાર થતાં હતાં, એ વખતે પુરપાટ ઝડપે એક બાઇકચાલક આવ્યો હતો અને જાગાભાઇને જોરદાર ટક્કર મારી નાસી ગયો હતો. બાઇકની ટકકરને પગલે જાગાભાઇ સાવલીયા ફંગોળાયા હતા અને જમીન પર ફસડાઇને પડયા હતા. આ અકસ્માતમાં તેમને ગંભીર ઇજાઓ પહોંચી હતી. બનાવનાં પગલે આસપાસનાં લોકો અને સ્થાનિક રાહદારીઓ એકત્ર થઇ ગયા હતાં.
ગંભીર રીતે ઇજાગ્રસ્ત જાગાભાઇને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં અને બાદમાં શારદાબહેન હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં જ્યાં દસ દિવસ બાદ સારવાર દરમ્યાન આખરે તેમનું મોત થયું હતું. રસ્તા પર ચાલતા જતા જાગાભાઇને અડફેટે લઇ અકસ્માત સર્જી નાસી જનાર અજાણ્યાં બાઇકચાલક વિરુદ્ધ લાભુભાઇએ આઇ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે આ મામલાની તપાસ હાથ ધરી છે.

Related posts

‘આર્ષ’ શોધ સંસ્થાન દ્વારા હરિમંદિર, અક્ષરધામ ખાતે તા. 23-09-2017 ના રોજ “નિષ્કુળાનંદ કાવ્ય – 3 ભક્તિનિધિ અને કલ્યાણનિર્ણય” વિષય પરનું 81મું પ્રવચન યોજાશે

aapnugujarat

ગોધરામાં સી.એ.ની પરીક્ષાનું કેન્દ્ર ફાળવાતા વિદ્યાર્થીઓમાં ખુશી

editor

કચ્છમાં માર્ગ સુરક્ષા સંસ્થા માટે મહત્વપૂર્ણ કરાર થયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1