Aapnu Gujarat
ગુજરાત

‘આર્ષ’ શોધ સંસ્થાન દ્વારા હરિમંદિર, અક્ષરધામ ખાતે તા. 23-09-2017 ના રોજ “નિષ્કુળાનંદ કાવ્ય – 3 ભક્તિનિધિ અને કલ્યાણનિર્ણય” વિષય પરનું 81મું પ્રવચન યોજાશે

લાખો રૂપિયા રોકી વર્ષો સુધી ધંધો કરે પણ જો કાંઈ નફો ન મળે તો તે ધંધો શા કામનો? વૈદ્યો અને ડૉક્ટરોની લાંબી સારવાર લીધી પણ રોગ ન મટે તો સારવાર શા કામની? એમ આવો અમૂલ્ય મનુષ્ય દેહ પામી આખી જીંદગી મનઘડંત રીતે અને મનભાવંત ભાવે ભક્તિ કરીએ તો પણ જીવનના અંત સુધી અંતરમાં ભગવાનની મૂર્તિ સિદ્ધ ન થાય. અને આત્માનું કલ્યાણ ન થાય, તો તેવી ભક્તિ શા કામની? ભક્તિની સાચી રીતિ પ્રાપ્ત થાય તો જ કલ્યાણનો નિર્ણય સહજ થાય. ભગવાન સ્વામિનારાયણ પૃથ્વી ઉપર પધાર્યા અને પોતાના ઉપદેશો દ્વારા ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને માહાત્મ્યયુક્ત ભક્તિનો સાચો અને સરળ માર્ગ બતાવ્યો. જે તેમના સમકાલીન પરમહંસોએ ગ્રંથસ્થ ર્ક્યો. તે પૈકીના બે અનોખા ગ્રંથો‘કલ્યાણનિર્ણય’ અને ‘ભક્તિનિધિ’ ઉપર અનુક્રમે પૂ.પ્રિયસ્વરૂપદાસ સ્વામી (નિર્દેશક, સ્વામિનારાયણ મંદિર, અમદાવાદ) અને પૂ. યજ્ઞેશ્વરદાસ સ્વામી (વરિષ્ઠ સંત અને વેદાંતશાસ્ત્રી, સ્વામિનારાયણ મંદિર, સારંગપુર) ચિંતનીય પ્રવચનો આપશે. જેના દ્વારા સાચી ભક્તિની રીત અને તે દ્વારા કલ્યાણનો માર્ગ સમજી શકાશે. તા. 23-09-2017ને શનિવારે સાંજે 4:30 થી 7:00 કલાકે સેક્ટર- 20માં આવેલ અક્ષરધામ હરિમંદિરના સભાગૃહમાં આ પ્રવચનોનો લાભ લેવા ભાવભીનું નિમંત્રણ છે

Related posts

સુરત માં ગ્રાહક કોર્ટ નો ચૂકાદો, 68 હજાર નો ક્લેઈમ ગ્રાહક ને ચૂકવવા આદેશ કરાયો

aapnugujarat

ऊंझा-महेसाणा हाइवे पर बड़ी दुर्घटना : कार-बस के बीच टक्कर होने से सात लोगो की मौत

aapnugujarat

લોકડાઉન વચ્ચે વેરાવળમાં 108 ઇમરજન્સી સેવા શ્રમિક સગર્ભા માટે બની આશીર્વાદ રૂપ…

editor

Leave a Comment

UA-96247877-1