Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

પેટ્રોલ ડીઝલની કિંમતમાં ઘટાડો

હાલ તહેવારોની સીઝન ચાલી રહી છે. નવરાત્રી ગઈ અને હવે દીવાળી આવવાની તૈયારીમાં છે. પેટ્રોલ અને ડીઝલના સતત વધતા ભાવથી જનતા હેરાન પરેશાન હતી. પરંતુ હવે છેલ્લા કેટલાક દિવસોથી પેટ્રોલ-ડીઝલના ભાવોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આજે પેટ્રોલના ભાવોમાં ૧૪ પૈસાનો ઘટાડો નોંધાયો છે જ્યારે ડીઝલના ભાવમાં ૦૫ પેસાનો ઘટાડો થયો. ભાવ ઘટાડાના પગલે લોકોમાં હાશકારો જોવા મળી રહ્યો છે.પેટ્રોલ અને ડીઝલના ભાવમાં બુધવારે સતત સાતમા દિવસે ઘટાડો નોંધાયો હતો. દિલ્હીમાં પેટ્રોલ ૦.૦૯ પૈસા ઘટીને ૮૧.૨૫ રૂપિયા પ્રતિ લીટર થઇ ગયું હતું, જ્યારે ડીઝલનો ભાવ ઘટીને ૭૪.૮૫ રૂપિયા થયો હતો. તો બીજી તરફ મુંબઇમાં પેટ્રોલનો ભાવ ૮૬.૭૩ પ્રતિ લીટર અને ડીઝલનો ભાવ ૭૮.૪૬ પ્રતિ લીટર નોંધાયો હતો..
તહેવારોની સિઝનમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત ઘટાડો થતાં વાહન ચાલકો તથા આમ જનતાને પણ રાહત મળી છે.રોજે રોજ બદલાતા ભાવ વચ્ચે આજે પેટ્રોલના ભાવમાં ૧૪ પૈસાનો પ્રતિ લીટરે અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટરે ૦૫ પૈસાનો ઘટાડો કરાયો છે. જે પ્રમાણે આજે અમદાવાદમાં પેટ્રોલનો ભાવ ૭૮.૨૬ પૈસા અને ડીઝલનો ભાવ પ્રતિ લીટરે ૭૮.૨૩ જોવા મળ્યો છે. સુરતમાં પેટ્રોલનો ગઈકાલ નો ભાવ ૭૮.૨૬ જ્યારે આજનો ભાવ ૭૮.૧૧ જોવા મળ્યો છે. આમ ૧૭ પૈસા નો આજે ઘટાડો નોંધાયો છે. રાજકોટમાં આજે પેટ્રોલના ભાવ ૧૪ પૈસા ઘટીને ૭૭.૯૮ પર પહોંચ્યો છે. જ્યારે ડીઝલના ભાવમાં ૫ પૈસાનો ઘટાડો થતા ૭૮.૦૬ પ્રતિ લીટર થયું છે.

Related posts

માર્ચના અંતમાં બંધ થઇ શકે છે ૧.૧૩ લાખ એટીએમ

aapnugujarat

कांग्रेस ने कश्मीर को बताया हैं भारत अधिकृत कश्मीर

aapnugujarat

કર્ણાટક ચૂંટણીમાં મતદારોને રિઝવવા પર કોંગ્રેસ, ભાજપનું ફોકસ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1