Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

પેન્શન સુવિધા મામલે ભારત ૩૪ દેશનાં લીસ્ટમાં ૩૩માં સ્થાને

સેવાનિવૃત બાદ આવક પ્રણાલીને લઈ સારી સુવિધાના મામલે ભારતની પરિસ્થિતિ ખુબ ખરાબ છે. એક વૈશ્વિક લીસ્ટ જાહેર કરવામાં આવ્યું જેમાં ભારતનું સ્થાન છેલ્લેથી બીજે છે. ૩૪ દેશની ૩૪ પેન્શન યોજનાઓના અભ્યાસ બાદ આ સામે આવ્યું છે.
મેલબર્ન મર્સર ગ્લોબલ પેન્શન ઈન્ડેક્સ અનુસાર, દુનિયાભરની સરકાર સામે ઘરડા લોકોની આબાદી પડકાર બની ગઈ છે. સામે નીતિઓ બનાવનારા પોતાના સેવાનિવૃત કર્મચારીઓને આર્થિક સુરક્ષા ઉપલબ્ધ કરાવવાના મામલે સંઘર્ષ કરી રહ્યા છે. એક અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે, ભારત પોતાના સેવાનિવૃત લોકોની આવક પ્રણાલીને મજબૂત કરવાની દિશામાં ધીમુ પરંતુ સ્થિર પગલા ભરી રહ્યું છે. જોકે, તો પણ ૩૪ દેશના લીસ્ટમાં ભારતનું સ્થાન ૩૩મા નંબર પર છે. ગ્રુપ ડીમાં તેની સાથે જાપાન, ચીન, દક્ષિણ કોરિયા, મેક્સિકો અને અર્જેન્ટીના છે.
ઈન્ડેક્સે ૪૦થી વધુ નિર્દેશકો વિરુદ્ધ ૩૪ દેશની સેવાનિવૃત આવક પ્રણાલીને માપવા માટે ત્રણ ઉપ-ઈન્ડેક્સ પર્યાપ્ત, સ્થાયિત્વ અને અખંડતાનો ઉપયોગ કરવામાં આવ્યો.
આ લીસ્ટમાં ૮૦.૩ પોઈન્ટ સાથે નેધરલેન્ડ અને ૮૦.૨ પોઈન્ટ સાથે ડેનમાર્ક પહેલા અને બીજા સ્થાન પર છે. બંને દેશ એ-શ્રેણીની શાનદાર સુવિધાઓ વિશ્વ સ્તરે સેવાનિવૃત આવક પ્રણાલી સાથે ઉપલ્બ્ધ કરાવે છે. આ ભવિષ્યમાં વૃદ્ધ થતા લોકોની આબાદી માટે તેમની તૈયારીને જુએ છે.

Related posts

કોંગ્રેસ નેતૃત્વને લખેલા પત્ર વિશે સિબ્બલે કોઈએ સાથ ના આપ્યો, ચિંતાઓ દૂર થઈ નથી

editor

નબળી સરકારથી દેશ મજબુત બની શકે નહીં : મોદી

aapnugujarat

ખેડૂતોને પેદાશ માટે પુરતા ભાવ મળતા નથી : રિપોર્ટ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1