Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

વડાપ્રધાન મોદીને મળ્યો આંતરરાષ્ટ્રીય પુરસ્કાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દેશ-દુનિયામાં સારા આર્થિક વિકાસ અને ભારતમાં લોકતાંત્રિક મુલ્યોને મજબુતી પ્રદાન કરવામાં યોગદાન આપવા બદલ પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય સિયોલ શાંતિ પુરસ્કાર ૨૦૧૮થી નવાજવામાં આવ્યા હતાં. પીએમ મોદીની આર્થિક નીતિઓને ‘મોદીનોમિક્સ’ તરીકે પણ ઓળખવામાં આવે છે.દક્ષિણ કોરિયા રરફથી આપવામાં આવેલા આ પ્રશસ્તિ પત્રમાં કહેવામાં આવ્યું છે કે, વિશ્વમાં શાંતિ સ્થાપિત કરવા, માનવ વિકાસની દિશામાં પ્રગતિ અને ભારતમાં લોકતંત્રને વધારે મજબુત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ પુરસ્કાર આપવામાં આવશે. પીએમ મોદી આ આંતરરાષ્ટ્રિય પુરસ્કાર હાંસલ કરનારા ૧૪મી હસ્તી છે.આ સંદર્ભમાં વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું છે કે, સિયોલ શાંતિ પુરસ્કાર કમેટિએ ૨૦૧૮ના સિયોલ શાંતિ પુરસ્કાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આપવાની જાહેરાત કરી છે. આંતરરાષ્ટ્રિય સહયોગ, વૈશ્વિક આર્થિક વિકાસ, દુનિયામાં સૌથી ઝ્‌ડપતી એર્થવ્યવશાના માધ્યમથી ભારતના લોકોમાં વિકાસની ગતિ, ભ્રષ્ટાચાર વિરૂદ્ધ મુહિમ અને સામાજીક એકિકરણના પ્રયાસોના માધ્યમથી ભારતમાં લોકતંત્રને વધારે મજબુત કરવામાં મહત્વનું યોગદાન આપવા બદલ તેમને આ પુરસ્કારથી સમ્માનિત કરવામાં આવશે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ એવોર્ડ માટે આભાર વ્યક્ત કરતા કહ્યું છે કે, કોરિયા ગણરાજ્ય સાથે ભારતના સંબંધો મજબુત થઈએ રહ્યાં છે. વિદેશ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે બંન્ને પક્ષો સમય પ્રમાણે સુવિધાને ધ્યાનમાં રાખતી સિયોલ શાંતિ પુરસ્કાર ફાઉંડેશન દ્વારા આ પુરસ્કાર આપવામાં આવશે.

Related posts

પતિના ઘરમાં રહેતી પત્ની પણ ભરણપોષણ મેળવવા હકદાર : BOMBAY HIGH COURT

aapnugujarat

૩૦ ટકા વોટરો સોશિયલ મિડિયાથી પ્રભાવિત

aapnugujarat

मुंबई हमले के जख्म को नहीं भूल सकता भारत : पीएम मोदी

editor

Leave a Comment

UA-96247877-1