Aapnu Gujarat
બ્લોગ

૩૦ મિનિટ ચાલનારા લોકોની મૃત્યુની આશંકા ૨૦ ટકા ઘટી જાય છે

એક્ટિવ જીવનશૈલી માટે જિમમાં પરસેવો પાડવાની કોઈ જરૂર નથી. રોજ માત્ર બાવીસ મિનિટ ચાલીને પણ તબિયતમાં સુધારો કરી શકાય છે. એક અભ્યાસનાં પરિણામ જણાવે છે કે રોજ ૩૦ મિનિટ ચાલનારા લોકોના મૃત્યુની આશંકા ઈનએક્ટિવ જીવનશૈલી ધરાવતા લોકો કરતાં લગભગ ૨૦ ટકા જેટલી ઘટી જાય છે.
આ અભ્યાસ લગભગ ૧૩ વર્ષે પૂરો થયો હતો. સ્ટડીમાં જણવવામાં આવ્યા અનુસાર વોકિંગ એક પરફેક્ટ એક્સર્સાઈઝ છે, જે એકદમ સરળ, મુક્ત અને કોઈ પણ પ્રકારનાં ઉપકરણની મદદ વિના કરી શકાય એવી છે. આ એકસર્સાઈઝ કોઈ પણ વયની વ્યક્તિ કરી શકે છે.
નીરોગી રહેવા માગતી વ્યક્તિ પોતાની નિષ્ક્રિય જીવનશૈલી ત્યાગીને એક્ટિવ લાઈફ સ્ટાઈલ અપનાવવા માટે ફક્ત રોજ ચાલવાનું રાખે તો તે હૃદયની બીમારીઓ, જેમ કે સ્ટ્રોક, ડાયાબિટીસ અને કેન્સરથી બચી શકે છે. વોકિંગથી સાંધાઓ અને હાડકાં પણ મજબૂત બને છે. આ સિવાય બેચેની અને ટેન્શન ઓછું થવા ઉપરાંત ડિપ્રેશનમાંથી બહાર નીકળવામાં પણ મદદ મળે છે.

Related posts

ગુણવત્તાવાળુ શિક્ષણ આજનો ચિંતાનો વિષય

aapnugujarat

सीधी बस हादसा, इन लाशों का जिम्मेदार कौन?

editor

ડૉ. બાબાસાહેબ આંબેડકર – પ્રથમ ગોળમેજી પરિષદમાં – ગાંધીજી સાથે પ્રથમ મુલાકાત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1