Aapnu Gujarat
બ્લોગ

ડૉ. બાબાસાહેબ આંબેડકર – પ્રથમ ગોળમેજી પરિષદમાં – ગાંધીજી સાથે પ્રથમ મુલાકાત

પ્રથમ ગોળમેજી પરિષદમાં
ભારતના ઈતિહાસમાં અન્ય અગત્યની સાલોની માફક ૧૯૩૦ની સાલ ઘણી જ અગત્યની છે. ૧૯૩૦માં સાયમન કમીશનનો રિપોર્ટ બહાર પડ્યો અને બ્રિટિશ સરકાર અને ભારતના રાજકીય નેતાઓની વચ્ચેની લડતની શરૂઆત થઈ. પ્રાંતીય સ્વાયતતા પ્રતિ દેશ આગળ વધે એવા ચિન્હો જણાતા હતાં. ધારાસભ્યોમાં બેઠકોની ફાળવણી બાબતમાં કોંગ્રેસ પક્ષ, મુસ્લિમ લીગ અને ડૉ. આંબેડકર વચ્ચે મતભેદ રહ્યાં અને એકમતી સાધી શકાઈ નહીં. આ મડાગાંઠનો તોડ લાવવા બ્રિટિશ સરકારે લંડનમાં બધાં જ પક્ષોના નેતાઓની એક ગોળમેજી પરિષદ બોલાવી. ૬, ડિસેમ્બર ૧૯૩૦માં ભારતના વાઈસરોય તરફથી ગોળમેજી પરિષદમાં હાજર રહેવા ડૉ. આંબેડકરને આમંત્રણ મળ્યું. આ પરિષદમાં ડૉ. આંબેડકરે ભારતના અછૂતોના પ્રશ્નોની વિશદ ઊંડાણપૂર્વક અને તલસ્પર્શી રજૂઆત કરી. તેમણે ખાસ કરીને અછૂતોના રાજકીય અને સામાજીક હક્કો માટે બ્રિટિશ સરકાર પાસે બાંહેધરી માંગી. ડૉ. આંબેડકરની રજૂઆતે પરિષદના પ્રતિનિધિઓ ઉપર ઊંડી અસર કરી. ડૉ. આંબેડકર એક બાહોશ અને નીડર વક્તા હતાં. તેઓ કડવું પણ સત્ય બોલતા. ડૉ. આંબેડકર ભારત પાછા ફર્યા અને તેમના કાર્યમાં મશગુલ બની ગયા.

ગાંધીજી સાથે પ્રથમ મુલાકાત
તા.૧૪ ઓગસ્ટ, ૧૯૩૧માં ડૉ. આંબેડકર અને ગાંધીજીની પ્રથમ મુલાકાત થઈ. ૭ સપ્ટેમ્બર, ૧૯૩૧માં લંડનમાં બીજી ગોળમેજી પરિષદ મળી અને એમાં ડૉ. આંબેડકર અન્ય ભારતીય નેતાઓ સાથે હાજર રહ્યા. ડૉ.આંબેડકરે અછૂતોના ઉદ્ધાર માટે અલગ મતાધિકાર અને અલગ અનામત બેઠકોની માંગણી કરી. ડૉ. આંબેડકર અને ગાંધીજી વચ્ચે આ બાબતમાં દલીલો થઈ અને છેવટે ઉગ્ર મતભેદો થયા. ગાંધીજી મુસ્લિમો સાથે એકમત સાધવામાં નિષ્ફળ ગયા. ડૉ. આંબેડકર પણ તેમની માંગણીઓમાં મક્કમ રહ્યા. બીજી ગોળમેજી પરિષદ ભાંગી પડી. બીજી ગોળમેજી પરિષદમાં ગાંધીજીનો વિરોધ કરવાથી અને તેમની અલગ મતાધિકારની માંગણીના લીધે ડૉ. આંબેડકર ઘણાંજ અપ્રિય થયા. સમાચારપત્રોએ ડૉ. આંબેડકર ઉપર ટીકાઓની ઝડી વરસાવવામાં આવી અને કોંગ્રેસના નેતાઓએ તેમના કૃત્યને વખોડી કાઢ્યું. આમ છતાં ડૉ. આંબેડકર ભારતના અછૂતોના પ્રશ્નો સફળ અને સાચી રીતે રજૂ કરવામાં શક્તિમાન થયા. લંડનથી પાછા આવ્યા પછી ડૉ. આંબેડકર દેશના જુદા જુદા ભાગોમાં જ્યાં જઈ શક્યા ત્યાં ગયા અને દલિતોની અસંખ્ય મિટિંગો અને પરિષદોનું આયોજન કરીને અછૂત સમાજને જાગૃત કર્યો.

ક્રમશઃ

Related posts

૯૪ ટકા આઈટીમાં ભારતીય ગ્રેજ્યુએટ નોકરી લાયક નથી

aapnugujarat

बड़ा कौन ? अभिव्यक्ति की आज़ादी या देश की सुरक्षा

aapnugujarat

લોકસભામાં ઝટકો લાગશે છતાં મોદી બનશે પ્રધાનમંત્રી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1