Aapnu Gujarat
ગુજરાત

ખેડૂતોને પડતા પર પાટુ : રાસાયણિક ખાતરના ભાવમાં બીજી વખત વધારો

આ વર્ષે ગુજરાતમાં દક્ષિણ ગુજરાતને બાદ કરતા તમામ ઝોનમાં વરસાદની ઘટ રહી છે. અનેક જગ્યાએથી પાક બળી ગયાની ફરિયાદો ઉઠવા પામી છે. અનેક જિલ્લાઓમાં ખેડૂતો પોતાના ગામ કે તાલુકાને અસરગ્રસ્ત જાહેર કરવા માટે આંદોલનો કરી રહ્યા છે. આ બધા સમાચાર વચ્ચે ખેડૂતોને પડતા પર પાટું જેવો ઘાટ ઘડાયો છે. ૧૫ દિવસમાં ફરી એક વખત રાસાયણિક ખાતરોના ભાવમાં વધારો થયો છે.
મંગળવારથી સરકારે ખેડૂતો પર વધુ બોજ આપ્યો છે. આજથી ડીએપી અને એએસપીના ખાતરના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. ડીએપીના ખાતરના ભાવમાં એક થેલી દીઠ રૂ. ૬૦ની વધારો કરવામાં આવ્યો છે જ્યારે એએસપીના ખાતરના ભાવમાં રૂ. ૨૫નો વધારો કરવામાં આવ્યો છે.
પહેલા ડીએપી રૂ. ૧૩૬૦ના ભાવે મળી રહ્યું છે, જે આજથી રૂ. ૧૪૦૦ના ભાવે મળશે. એએસપી રૂ. ૧૦૧૫માં મળી રહ્યું હતું, ભાવ વધારા બાદ નવી કિંમત ૧૦૪૦ થશે. નોંધનીય છે કે આજથી પંદર દિવસ પહેલા જ એનપીકે અને ડીએપીના ખાતરના ભાવમાં વધારો થયો હતો. હવે ફરીથી ખેડૂતો પર સરકારે નવો બોઝ નાખ્યો છે.
ઇફ્કો કંપનીના ભાવ વધારા બાદ હવે સરદાર કંપનીએ પણ ખાતરના ભાવમાં વધારો કર્યો છે. ચોમાસું પાક પછી રવિ પાકની સિઝન શરૂ થાય તે પહેલા જ ખાતરના ભાવમાં વધારે ઝીંકવામાં આવતા ખેડૂતોમાં નારાજગી પ્રવર્તી છે.

Related posts

બાપુનગરમાં રસ્તા પરના અડચણરૂપ દબાણો દુર કરાયા

aapnugujarat

રાજ્ય સરકાર ધ્વારા ડભોઇ નગરપાલિકાને વેરો લેવાની સત્તા સોપાઇ

aapnugujarat

લગ્નમાં ૫૦ લોકોની પણ જરૂર નથી, ધાર્મિક કાર્યક્રમો પર પ્રતિબંધ મૂકો : હાઇકોર્ટ

editor

Leave a Comment

UA-96247877-1