Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

પાક.ની નફ્ફટાઈ : બરફના પહાડોમાંથી ભારતમાં આતંક ઘૂસાડવાનો પ્લાન

પાકિસ્તાની સેના અને તેની ગુપ્તચર એજન્સી ભારતમાં આતંકવાદીઓને ઘૂસાડવા માટે કોઇને કોઇ હથકંડા અપનાવતી રહે છે. ત્યારે પાકિસ્તાને ઠંડીની સિઝનમાં ભારતમાં આતંકીઓની ઘૂસણખોરી માટે એક નવું કાવતરૂ રચ્યું છે. પાકિસ્તાની સેનાએ બરફના પહાડોમાંથી આતંકવાદીઓની ઘૂસણખોરીનો પ્લાન બનાવ્યો છે.
પાકિસ્તાન આગામી ઠંડીની સિઝનમાં ફરી ઘૂસણખોરીનું ષડયંત્ર રચી રહ્યું છે. જે અંતર્ગત તે આ વખતે બરફ પડ્યા બાદ પણ ઘૂસણખોરી ચાલુ રાખવા ઇચ્છે છે. ભારતીય ગુપ્તચર એજન્સીને જે જાણકારી મળી છે તે અંતર્ગત પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઇએસઆઇએ આતંકવાદીઓ માટે હાઇ એલ્ટીટ્યૂડ ડ્રેસ ખરીદ્યા છે. આવા એક ડ્રેસની કિંમત લાખોમાં છે. જેમાં આતંકવાદીઓની જરૂરિયાતના ૨૦ સામાન રાખી શકાય છે. એવો સામાન જે સરહદ પર ફેન્સિંગ કાપવાથી લઇને તેને બરફની વચ્ચે રહેવા અને ખાવાનું ઠેકાણું પણ આપશે.
ભારતે પાકિસ્તાન સાથેની સરહદ પરના મોટા ભાગના વિસ્તારોમાં ફેન્સિંગ કરી દીધુ છે. આ સાથે જ ભારતીય સુરક્ષાદળો સતર્કતાપૂર્વક સરહદની રક્ષા કરી રહ્યા હોય છે. તેવામાં પાકિસ્તાનને પોતાની તમામ કોશિશ છતાં ભારતમાં આતંકવાદી ઘૂસાડવામાં સફળતા મળતી નથી. તેવામાં આઇએસઆઇના નવા ચીફ આસિમ મુનીરે પોતાના કેડરને સ્પષ્ટ કહી દીધું છે કે ઠંડી હોય કે ગરમી, ભારતમાં સતત ઘૂસણખોરી ચાલુ રહેવી જોઇએ.
ગુપ્તચર વિભાગના સૂત્રો મુજબ લશ્કર અને જૈશના આતંકવાદીઓને કાશ્મીર ખીણમાં ઘૂસાડવા માટે પ્લાનને ફાઇનલ કરી દેવાયો છે. ઓક્ટોબર અને નવેમ્બરનો સમય એવો હોય છે કે જ્યારે કાશ્મીર ખીણમાં હિમવર્ષા થાય છે અને તમામ પહાડો પર બરફ જમા થવા લાગે છે. સાથે જ તાપમાન પણ માઇનસમાં જવા લાગે છે. તેવામાં સામાન્ય આતંકી ઘૂસણખોરીના નામ માત્રથી ડરે છે. પરંતુ પાકિસ્તાની સેના હવે પોતાના માટે પ્રયોગમાં લેવાતા પોશાકનો ઉપયોગ આતંકીઓની વિશેષ ટુકડીઓ મોકલવા માટે ઉપયોગ કરવાનું ષડયંત્ર રચી રહી છે.

Related posts

દેશમાં સ્પીડ બ્રેકરનાં કારણે દરરોજ ૩૦ દુર્ઘટનાઓ થઇ રહી છે : રિપોર્ટ

aapnugujarat

સીબીઆઈમાંથી બદલી કરાયેલા અસ્થાનાને ઉડ્ડયન સુરક્ષા વિભાગના વડા બનાવાયા

aapnugujarat

માલ્યા સાથે ગાંધી પરિવારનાં સંબંધ મુદ્દે રાહુલ જવાબ આપે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1