Aapnu Gujarat
Uncategorized

સાસણગીરમાં સિંહોનું વેકેશન પૂરું : સિંહ દર્શન શરુ

ગીરના જંગલમાં રહેતા સિંહોનું વેકેશન પૂરું થઈ ગયું છે. પ્રવાસીઓ માટે સિંહ દર્શન શરુ થઈ ચૂક્યું છે. આ વર્ષે પ્રવાસીઓના ધસારાને ધ્યાનમાં રાખીને સરકારે પરમિટમાં પણ વધારો કરાયો છે. બીજીબાજુ તાજેતરમાં જ દલખાણીયા રેન્જમાં કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસ તેમજ અન્ય કારણોસર ૨૩ સિંહોના મોત થતાં સિંહપ્રેમીઓમાં નારાજગી છવાય ગઇ હતી.
તો બીજીબાજુ સાસણ ગીરના સુપ્રીન્ટેન્ડેન્ટ ડો.મોહન રામે લીલીઝંડી આપીને સાસણ ગીરમાં સફારીની શરૂઆત કરાવી હતી અને પ્રવાસીઓને પુષ્પગુચ્છ આપી મીઠા મોઢા કરાવ્યા હતા. દર વર્ષે ગીરનું જંગલ ૧૫મી જૂનથી ૧૬મી ઓક્ટોબર સુધી પ્રવાસીઓ માટે બંધ રહેતું હોય છે. આ સમયગાળો સિંહોનો સંવનનકાળ હોવાથી તેમને કોઈ ખલેલ ન પહોંચે તે માટે સફારી બંધ કરવામાં આવે છે.
સાસણ ગીરમાં પ્રવાસીઓના ધસારાને ધ્યાનમાં રાખીને સરકારે આ વર્ષે પરમિટમાં પણ વધારો કર્યો છે. પહેલા ૯૦ પરમિટ હતી, હવે તેમાં ૬૦નો વધારો કરવામાં આવ્યો છે. એટલે કે આ વર્ષે કુલ ૧૫૦ પરમિટ આપવામાં આવી છે.
સફારીની શરૂઆત સાથે પ્રથમ વખત દેવળિયા પાર્કમાં પણ જિપ્સીની સફારી શરૂ કરવામાં આવી છે. આ માટે ૭૦ જિપ્સીને મંજૂરી આપવામાં આવી છે. દેવળિયા પાર્કમાં જે જિપ્સી ચાલશે તે લોખંડના પાંજરાવાળી અને વધારે સુરક્ષિત હશે. પ્રવાસીઓએ સિંહ દર્શન માટે આશરે રૂ.૨૭૦૦નો ખર્ચ કરવો પડશે. આ માટે પરમિટનો ભાવ રૂ.૮૦૦ છે, જ્યારે જિપ્સીનું ભાડું રૂ.૧૫૦૦ અને ગાઇડના રૂ. ૪૦૦ મળીને કુલ રૂ. ૨૭૦૦નો ખર્ચ કરવો પડશે.

Related posts

હેરોઈન કેસ : ૫ કરોડની લાલચે જહાજ ઈજિપ્તના બદલે ગુજરાત લવાયું

aapnugujarat

અમદાવાદમાં મ્યૂકરનો કહેર

editor

ઉનાકાંડ બાદ દલિત આંદોલનમાં સરકારે કરેલા કેસો પાછા ખેંચવા સીએમને કરાઇ રજૂઆત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1