Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

એશિયાનો આર્થિક વિકાસ ૦.૯ ટકા સુધી ઘટી શકે : આઇએમએફ

વિશ્વમાં ચાલુ રહેલી વ્યાપાર તંગદિલીથી એશિયાનો આર્થિક વિકાસ ૦.૯ ટકા ઘટી શકે એમ આંતરરાષ્ટ્રીય નાણાભંડોળે (આઇએમએફ) જણાવ્યું છે અને નિકાસના વેચાણમાં વધારો થાય તે જોવા બજારોમાં સકારાત્મક પગલાં લેવા નીતિ ઘડવૈયાઓને અનુરોધ કર્યો છે. એશિયા પેસિફિક રિજિયન અંગે પોતાના અર્ધવાર્ષિક રિપોર્ટમાં આઇએમએફે એવી ચેતવણી પણ ઉચ્ચારી છે કે અપેક્ષા કરતા વધુ ઝડપથી અમેરિકી ફેડરલ રિઝર્વ અને અન્ય મુખ્ય કેન્દ્રીય બેન્કો મોનેટરી પોલિસી આકરી બનાવશે તો ઊભરતા અર્થતંત્રોની બજારોમાં જોવાયેલો ધબડકો બદતર બની શકે.આઇએમએફના એશિયા એન્ડ પેસિફિક ડિપાર્ટમેન્ટના ડાયરેક્ટર ચાંગયોંગ રીએ જણાવ્યું હતું કે વૈશ્વિક વ્યાપાર ઘર્ષણથી એશિયામાં કોઈ દેશને ફાયદો નહીં થશે કેમ કે અમેરિકા – ચીનમાં પુરવઠા શૃંખલા અવરોધાવાથી બીજો કોઈપણ દેશ તેને સરભર નહીં કરી શકે.
એશિયાનું અર્થતંત્ર આ વર્ષે ૫.૬ ટકાના દરે વૃદ્ધિ કરશે એવી પોતાની આગાહીને આઇએમએફે જાળવી રાખી હતી પરંતુ આગામી વર્ષ માટે આ વૃદ્ધિમાં ૦.૨ ટકાનો ઘટાડો કરી ૫.૪ ટકાનો અંદાજ મૂક્યો હતો.
ફાઇનાન્શિયલ માર્કેટમાં તણાવ અને અમુક અર્થતંત્રોમાં મોનેટરી પોલિસી આકરી બનાવાઈ હોવાથી સર્જાનારી અસરને ધ્યાનમાં લઈને અંદાજ ઘટાડાયો છે. તદુપરાંત અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ વોરમાં એકમેકને ઇંટનો જવાબ પથ્થરથી આપવાના વલણથી પણ નુકસાન થવાનું છે. હાલના, સૂચિત અને નવા ટેરિફથી ચીનમાં અને અમેરિકામાં જીડીપીમાં અનુક્રમે ૧.૬ ટકા અને ૧ ટકાનું નુકસાન થશે.એશિયાના ઘણાં દેશો ગ્લોબલ વેલ્યૂ ચેઇન દ્વારા ચીનને માલસામાન પૂરો પાડે છે તેમના અર્થતંત્રની ગતિમાં પર્યાપ્ત ઘટાડો થશે, એમ આઇએમએફે જણાવ્યું હતું.
આ તમામ પરિબળોને સંયુક્તપણે ધ્યાનમાં લેતા આગામી થોડાં વર્ષોમાં એશિયાની વૃદ્ધિમાં ૦.૯ ટકાનો ઘટાડો થઈ શકે એવો અંદાજ આઇએમએફ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો હતો. ચાલુ રહેલી વ્યાપાર તંગદિલી ને કારણે આગળ ઉપર રાષ્ટ્રોમાં પરસ્પર વિશ્વાસ ઘટી શકે, ફાઇનાન્શિયલ માર્કેટને અસર થઈ શકે, પુરવઠા પદ્ધતિ ખોરવાઈ શકે અને રોકાણ તથા વ્યાપાર હતોત્સાહ બની શકે, એમ રિપોર્ટમાં જણાવાયું છે.

Related posts

સોનાએ આ વર્ષે આપ્યું ૨૮ ટકા રિટર્ન

editor

मेघालय में अकेले चुनाव लड़ेगी भारतीय जनता पार्टी

aapnugujarat

આધારકાર્ડના કારણે નહી બંધ થાય ૫૦ કરોડ મોબાઈલ કનેક્શન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1