Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

રાજ્યો રોહિંગ્યાઓનું બાયોમેટ્રિક્સ કરે : રાજનાથસિંહ

રોહિંગ્યાની ઓળખ માટે ગૃહમંત્રી રાજનાથ સિંહનું કહેવું છે કે, આ મામલાને લઈને રાજ્યો સાથે વાત થઈ ગઈ છે. રાજ્યોને રોહિગ્યાનું બાયોમેટ્રિક્સ લેવાનું કહેવામાં આવ્યુ છે.
કોલકાતામાં યોજાયેલ એક બેઠકમાં રોહિગ્યા મામલા પર રાજનાથ સિંહે કહ્યું, રાજ્યોને રોહિંગ્યાની ઓળખ કરવા માટે કહેવામાં આવ્યું છે. તેમને રોહિંગ્યાઓનું બાયોમેટ્રિક્સ લેવાનું પણ કહેવામા આવ્યું છે. તે પછી રાજ્ય કેન્દ્રને તેમની રિપોર્ટ સોંપશે. તે પછી ડિપ્લોમેટિક ચેનલ દ્વારા કેન્દ્ર સરકાર મ્યાનમાર સાથે કાર્યવાહી શરૂ કરશે અને ત્યાર બાદ અમે આનું ઉકેલ નિકાળીશું.
આનાથી પહેલા ગૃહ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતુ કે રાજ્ય સરકારોને સ્થાનિક પોલીસ દ્વારા રોહિંગ્યા અને અન્ય ગેરકાયદેસર રહેતા પ્રવાસીઓનું બાયોમેટ્રિક માહિતી લેવાનું નિર્દેશ આપ્યું છે. જોકે, અધિકારીએ જણાવ્યું હતું કે, બાયોમેટ્રિક માહિતી લેવાનો મતલબ તે નથી કે, તેમને કોઈ માન્ય ઓળખ દસ્તાવેજ આપવામા આવશે. શરણાર્થીઓ પર યુનાઇટેડ નેશન્સના ઉચ્ચ કમિશનરમાં દેશષમાં રહી રહેલા લગભગ ૧૪,૦૦૦ રોહિંગ્યા નોંધાયેલ છે જ્યારે લગભગ ૪૦,૦૦૦ ગેરકાયદેસર રીતે રહી રહ્યાં છે.
જ્યારે જુલાઈમાં ગૃહમંત્રીએ સંસદમાં કહ્યું હતુ કે, ભારતમાં કેટલાક રોહિંગ્યા મુસ્લિમ પ્રવાસી ગુનાહિત પ્રવૃતિઓમાં જોડાયેલા જોવા મળ્યા છે અને દેશમાં તેમની ઘૂસણખોરીને રોકવા માટે સુરક્ષા દળોને તૈનાત કરવામાં આવ્યા છે.

Related posts

शोपियां में सुरक्षाबलों ने 4 आतंकियों को किया ढेर

aapnugujarat

ઉપેન્દ્ર કુશવાહની એનડીએ સાથે છેડો ફાડવાની ઘોષણા

aapnugujarat

लोग किसके साथ है चुनाव से मालूम हो जाएगा : जेटली

aapnugujarat

Leave a Comment

UA-96247877-1