Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

અયોધ્યા મામલે સુપ્રીમના ચુકાદાનું સંઘ દ્વારા સ્વાગત

સુપ્રીમ કોર્ટે મસ્જિદમાં નમાઝ ઇસ્લામમાં ફરજિયાત નહીં દર્શાવનાર પોતાના અગાઉના ચુકાદાને જાળવી રાખવામાં આવ્યા બાદ સંઘ દ્વારા આનું સ્વાગત કરવામાં આવ્યું છે. સંઘના અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ અરુણ કુમારે કહ્યું છે કે, આજે સુપ્રીમ કોર્ટે શ્રીરામ જન્મભૂમિના કેસમાં ત્રણ સભ્યોની બેંચ દ્વારા સુનાવણી કરવાનો નિર્ણય કર્યો છે અમે આનું સ્વાગત કરીએ છીએ અને વિશ્વાસ કરીએ છીએ કે ટૂંક સમયમાં જ યોગ્ય નિર્ણય કરવામાં આવશે. આ ચુકાદાને મુસ્લિમ પાર્ટીઓ માટે ટિકા તરીકે ગણવામાં આવે છે. સુપ્રીમ કોર્ટના અગાઉના ચુકાદાને મોટી બેંચમાં મોકલવાની માંગ કરવામાં આવી હતી. હવે ૨૯મી ઓક્ટોબરથી સુનાવણી હાથ ધરવામાં આવશે. ચુકાદો આવ્યા બાદ રાજનીતિ શરૂ થઇ ચુકી છે. ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું છે કે, આ ચુકાદાથી મંદિર નિર્માણનો માર્ગ મોકળો થઇ ગયો છે. મૂળભૂત અધિકારોની જીત થઇ છે. મસ્જિદને શિફ્ટ કરી શકાય છે મંદિરને નહીં. અડચણો હવે દૂર થઇ ચુકી છે. રામ મંદિરનું નિર્માણ થશે. બાબરી મસ્જિદ મામલામાં પક્ષકાર રહેલા ઇકબાલ અન્સારીએ સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ કહ્યું હતું કે, આ ચુકાદો મંદિર મસ્જિદ પર ન હતો. મુસ્લિમો પર આ ચુકાદાની કોઇ અસર થઇ નથી. રામમંદિર માટે થનાર આંદોલન દરમિયાન છઠ્ઠી ડિસેમ્બર ૧૯૯૨ના દિવસે અયોધ્યામાં બાબરી મસ્જિદને તોડી પાડવામાં આવી હતી. આ મામલામાં અપરાધિક કેસની સાથે સાથે અન્ય કેસ ચાલ્યા હતા. ટાઇટલ વિવાદ સાથે સંબંધિત મામલો સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે. ૩૦મી સપ્ટેમ્બર ૨૦૧૦ના દિવસે અલ્હાબાદ હાઈકોર્ટે પોતાનો ચુકાદો આપ્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે, ત્રણ પક્ષો વચ્ચે જે જોગવાઈ છે તે મુજબ વચ્ચેનો હિસ્સો હિન્દુઓનો રહેશે જ્યાં હાલમાં રામલલ્લાની મૂર્તિ છે. નિરમોહી અખાડાને બીજો હિસ્સો આપવામાં આવ્યો હતો જેમાં સીતા રસોઈ અને રામ સંકુલ છે. બાકી એક તૃતિયાંશ હિસ્સો સુન્ની વક્ફ બોર્ડને આપવામાં આવ્યો હતો.

Related posts

अगले महीने से ७ से ८ प्रतिशत महंगे होंगे टीवी, घरेलु उपकरण

aapnugujarat

मकसद पूरा करने चीन कर रहा जोर-जबर्दस्ती : सीआईए

aapnugujarat

રાંધણ ગેસ / સબસિડીવાળો સિલિન્ડર ૬.૫ અને સબસિડી વગરનો સિલિન્ડર ૧૩૩ રૂપિયા સસ્તો થયો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1