Aapnu Gujarat
રાષ્ટ્રીય

૮ પાસ ધારાસભ્યોની ૯૦ લાખની જંગી કમાણી

ભારતમાં ધારાસભ્યોની સરેરાશ વાર્ષિક આવક ૨૪.૫૯ લાખ રૂપિયા છે. સૌથી વધુ અમીર ધારાસભ્યોની યાદીમાં કર્ણાટક ટોપ પર છે. અહીં ૨૦૩ ધારાસભ્યોની સરેરાશ વાર્ષિક આવક એક કરોડ ૧૧ લાખ રૂપિયાની આસપાસ છે. ક્ષેત્રવાર જોવામાં આવે તો પૂર્વીય ક્ષેત્રના ૬૧૪ ધારાસભ્યોની આવક સૌથી ઓછી ૮.૫ લાખ રૂપિયા અને દક્ષિણી રાજ્યોના ૭૧૧ ધારાસભ્યોની વાર્ષિક આવક ૫૧.૯૯ લાખ રૂપિયા છે. સૌથી રસપ્રદ આંકડાની વાત કરવામાં આવે તો આઠમાં ધોરણ સુધી ભણેલા નેતાઓની આવક પણ આશરે ૯૦ લાખ રૂપિયા છે. એડીઆર અને નેશનલ ઇલેક્શન વોચ દ્વારા આ સંબંધમાં આંકડા જારી કરવામાં આવ્યા બાદ આ અંગેનો ખુલાસો થયો છે. જેમાં ધારાસભ્યોની આવકનો ખુલાસો થયો છે. છત્તિસગઢના ૬૩ ધારાસભ્યોની સરેરાશ વાર્ષિક આવક ૫.૪ લાખ રૂપિયાની આસપાસ છે. આમાં વધુ એક ચોંકાવનારી વિગત પણ સપાટી પર આવી છે. વિગત એ છે કે વધારે ભણેલા ધારાસભ્યોની તુલનામાં ઓછા ભણેલા ધારાસભ્યોની આવક વધારે રહી છે. કુલ ૪૦૮૬ ધારાસભ્યો પૈકી ૩૧૪૫ દ્વારા જમા કરવામાં આવેલા સ્વ ધોષિત શપથપત્રમા કહેવામાં આવ્યુ છે કે પાંચમાં૧૨માં સુધી અભ્યાસ કરી ચુકેલા ૩૩ ટકા ધારાસભ્યોની સરેરાશ આવક ૩૧.૦૩ લાખ રૂપિયાની રહી છે. જ્યારે ૬૩ ટકા ગ્રેજુએટ અને તેના કરતા વધારે ભણેલા ધારાસભ્યોની આવક ૨૦.૮૭ લાખ જેટલી છે. અનપઢ રહેલા ધારાસભ્યોની આવક સરેરાશ ૯.૩ લાખ રૂપિયા છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ૯૪૧ ધારાસભ્યોએ પોતાની આવક અંગે કોઇ ખુલાસો કર્યો નથી જેથી તેમની આવકને લઇને કોઇ મુલ્યાંકન થઇ શક્યું નથી. સ્થાનિક ધારાસભ્યોની સૌથી ઓછી આવક ૩.૭૯ લાખ રૂપિયા છે. ભણેલા ધારાસભ્યોની આવક કરતા ઓછા ભણેલા ધારાસભ્યોની આવક વધારે કેમ છે તે અંગે પૂછવામાં આવતા એડીઆરના સ્થાપક સભ્ય જગદીશ છોકરે કહ્યું છે કે, ઉચ્ચ શિક્ષણ વધારે આવકની કોઇ ગેરન્ટી નથી. તેમણે કહ્યું છે કે, વધારે આવક ધરાતા કેટલાક ધારાસભ્યો કૃષિને પોતાના પ્રોફેશન તરીકે જાહેર કરે છે. આનું સૌથી મોટુ કારણ એ છે કે, કૃષિથી થનાર આવક સંપૂર્ણપણે ટેક્સ ફ્રી હોય છે. તેમને કોઇપણ પ્રકારના ખુલાસો કરવા પડતા નથી. તેમની આવક ક્યાંથી થઇ છે તે અંગે કોઇ ખુલાસા કરવા પડતા નથી. એડીઆરના મુલ્યાંકનમાં આ બાબત પણ સપાટી ઉપર આવી છે કે, બિઝનેસ અથવા તો કૃષિમાં લાગેલા ધારાસભ્યોની સરેરાશ આવક ૫૭.૮૧ લાખ રૂપિયા છે. રિયલ એસ્ટેટ બિઝનેસમાં લાગેલા લોકો અથવા તો અભિનય અથવા તો ફિલ્મ બનાવનાર ધારાસભ્યોની વાર્ષિક આવક ૩૯ લાખ અને ૨૮ લાખ રૂપિયા છે. સૌથી અમીર ધારાસભ્ય નારારજ્જુએ ૧૫૭.૦૪ કરોડ રૂપિયાની તેની વાર્ષિક આવક જાહેર કરી છે. તેઓ બેંગ્લોર ગ્રામિણમાંથી ધારાસભ્ય છે જ્યારે સૌથી ઓછી આવક ધરાવનાર ધારાસભ્ય આંધ્રપ્રદેશની ડી યામીની છે તેમની આવક ૧૩.૦૧ રૂપિયા છે.

Related posts

चीन राष्ट्रपति रामनाथ कोविंद, पीएम मोदी समेत देश की बड़ी हस्तियों की कर रहा जासूसी

editor

सीएए के खिलाफ जारी रहेगी लड़ाई : ममता

aapnugujarat

पाक ने नहीं मांगी कोरोना वैक्सीन इसी लिए नहीं दिया : भारत

editor

Leave a Comment

UA-96247877-1