Aapnu Gujarat
Uncategorized

રાજકોટમાં યુવતીની લાશ મળતાં સનસાટી

રાજકોટ શહેરમાં હત્યાના બનાવોમાં દિન પ્રતિદિન વધારો નોંધાઇ રહ્યા છે ત્યારે આજે રાજકોટના કાલાવડ રોડ પર અવધ બંગલા પાસેથી અવવારૂ જગ્યાએથી માનવ કંકાલ મળી આવતાં શહેર સહિત રાજયભરમાં ભારે ચકચાર મચી ગઇ છે. કાળજા કંપાવી દે તેવી આ ઘટનાથી ખુદ પોલીસ પણ ચોંકી ઉઠી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં આ નરકંકાલ કોઇ યુવતી કે મહિલાનું હોવાનું સામે આવ્યું છે, જેને લઇ પોલીસે સમગ્ર ઘટનામાં એફએસએલની પણ મદદ લીધી છે. જો કે, ચોંકાવનારી વાત એ હતી કે, યુવતીની કોહવાઇ ગયેલી, કટકા કરેલી અને અંગો વેરવિખેર થયેલી ખોપડી, હાથ-પગના હાડકા સાથે મળી આવેલી લાશને જોઇ ક્રૂરતા અને અમાનવીયતાનો અંદાજ માત્ર જ ડરામણો હતો. પોલીસે હવે સમગ્ર ઘટનાની ગંભીરતાને લઇ સઘન તપાસ શરૂ કરી છે. રાજકોટના કાલાવડ રોડ પર અવધ બંગલા પાસેથી અવવારૂ જગ્યાએથી માનવ કંકાલ પડયુ હોવાની ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસનો સ્ટાફ અને કાફલો તાત્કાલિક દોડી ગયો હતો. જો કે, કોહવાઇ ગયેલી, કટકા કરેલી અને અંગો વેરવિખેર થયેલી લાશ અને નરકંકાલ જોઇને ખુદ પોલીસના માણસો જ ચોંકી ઉઠયા હતા. પોલીસના પ્રાથમિક અનુમાન પ્રમાણે, આ નરકંકાલ યુવતી કે મહિલાનું છે અને તેણીની કોઇ હત્યા કરી કટકા કરી અહીં લાશને ફેંકીને જતુ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. જંગલી પ્રાણીઓએ લાશને ફાડી ખાધી હોઇ માત્ર કંકાલ જ મળી આવ્યું છે. તેમજ અલગ અલગ જગ્યાએથી મહિલાના માથાના વાળ, દુપટ્ટો, વસ્ત્રો, ખોપડી અને હાથ-પગના હાડકાં મળી આવતાં ભલભલાના કાળજા કંપી જાય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. ઘટનાને પગલે લોધિકા પોલીસ તેમજ તાલુકા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં આ અવશેષો મહિલાના હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસ દ્વારા આ અવશેષોની ઝીણવટભરી તપાસ કરવા માટે એફએસએલની મદદ માંગવામાં આવી છે. ઉપરાંત આ મૃતક કોણ છે અને ક્યારે તેમજ કંઈ રીતે તેનું મૃત્યું થયું છે સહિતના તમામ મુદ્દાઓ અંગે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. જો કે, આ ઘટનાને પગલે રાજકોટ સહિત રાજયભરમાં ભારે ચકચાર મચી ગઇ છે.

Related posts

વર્ષના અંતે પ્રાદેશિક વાહનવ્યવહાર કચેરીએ 278.76 કરોડ રૂપિયાની આવક સરકારી તિજોરીને આપી

aapnugujarat

કોંગ્રેસમાં અનુસૂચિત જાતિના નેતાની કરાઈ વરણી

editor

हिंसा के बाद हलवद क्षेत्र में तनावपूर्ण शांति : कड़ी सुरक्षा

aapnugujarat

Leave a Comment

UA-96247877-1