Aapnu Gujarat
Uncategorized

આગના ચાર બનાવોમાં ૧૫ લાખ લિટર પાણીનો વપરાશ

અમદાવાદ શહેરમાં શનિવારે એક જ દિવસમાં ચાર અલગ અલગ સ્થળોએ બનેલા આગના બનાવોમાં જયાં ફાયરબ્રિગેડના જવાનો સહીત કુલ ૨૮ લોકોને બચાવવામાં આવ્યા હતા.ત્યાં બીજી તરફ આ આગને બુઝાવવા માટે ફાયરબ્રિગેડને ૧૫ લાખ લિટર પાણીનો ઉપયોગ કરવો પડયો હતો.એક જ દિવસમાં શહેરના અલગ અલગ વિસ્તારોમાં બનેલા આગના બનાવોએ લોકોની સાથે તંત્રને પણ હચમચાવી દીધુ છે.કેમકે આ બનાવોમાં ખુદ મ્યુનિસિપલ તંત્રની પોલ અને બેદરકારી છતી થવા પામી છે.આ અંગેની વિગત એવી છે કે,મણીનગરમાં આવેલી મોસ્કો હોટલના ત્રીજા માળે લાગેલી આગમાં કુલ ૬ લોકોને બચાવીને બહાર કાઢવા પડ્યા હતા.ત્યારબાદ કઠવાડા જીઆઈસીની પેસ્ટીસાઈડસ બનાવતી ફેકટરીમાં ભીષણ આગ લાગતા આગને નિયંત્રણમાં લેવા પહોંચેલા ૬ ફાયરના જવાનો ત્યાં રાખવામાં આવેલા સિલિન્ડર બ્લાસ્ટ થતા માંડ માંડ બચવા પામ્યા હતા.સાંજના સુમારે આલ્ફામેગાફોનમાં લાગેલી આગમાં કુલ મળીને ૧૬ લોકો ફસાવા પામ્યા હતા.આ સાથે આર વી ડેનિમમાં પણ આગ લાગવા પામી હતી.આમ કુલ મળીને એક જ દિવસમાં લાગેલી આગમાં ફાયરના જવાનો સહીત કુલ ૨૮ લોકોને બચાવવા પડ્યા હતા.આ બનાવોમાં સૌથી મોટી આગ શહેર લિમિટ બહાર આવેલી કઠવાડા જીઆઈડીસીમાં આવેલી પેસ્ટીસાઈડની ફેકટટરીમાં લાગેલી ભીષણ આગને ૨૪ કલાક પછી પણ બુઝાવી શકાઈ નથી.અત્યાર સુધીમાં કુલ મળીને ૧૦ લાખ લિટર પાણીનો વપરાશ થઈ ગયો છે.હાલ પણ ફાયરના ડીવિઝનલ ઓફિસર ખડીયા ઉપરાંત ફાયરના ૨૫ જવાનો કાટમાળની નીચેની આગને બુઝાવવાના પ્રયાસમાં લાગેલા છે.શુક્રવારની સાંજે લાગેલી સાલ હોસ્પિટલની આગ અને શનિવારના રોજ આલ્ફામેગા ફોનની આગ બંને બનાવોમાં મ્યુનિસિપલ એસ્ટેટ વિભાગની બેદરકારી બહાર આવવા પામી છે.આ બંને સ્થળોએ પ્લાન મુજબ જે ખુલ્લી જગ્યા રાખવી ફરજિયાત છે.એ પણ બંધ કરી દેવામાં આવી હોવા છતાં એસ્ટેટ વિભાગ તરફથી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.આ મામલે એડીશનલ ચીફ ફાયર ઓફિસર રાજેશ ભટ્ટનો સંપર્ક કરવામાં આવતા તેમણે કહ્યું કે,આ બંને સ્થળોએ કુદરતી ખુલ્લી જગ્યા કે મિકેનીકલ વેન્ટિલેશન પણ રાખવામાં આવ્યું નહતું.સાલ હોસ્પિટલમાં લાગેલી આગને પગલે ખુદ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર રાકેશ શંકર સ્થળ ઉપર દોડી ગયા હતા.આમ છતાં ત્રણ દિવસ પછી પણ સાલ હોસ્પિટલને કોઈ નોટિસ મ્યુનિ.તરફથી હજુ સુધી આપવામાં ન આવી હોવાથી ભીનું સંકેલી લેવાશે.એવી દહેશત વ્યકત કરવામાં આવી રહી છે.મ્યુનિસિપલ તંત્રે સમયસર પગલા લીધા હોત તો આ દુર્ઘટના નિવારી શકાઈ હોત. શહેર હદ બહાર આવેલી કઠવાડા જીઆઈડીસી ખાતે શનિવારની બપોરે લાગેલી ભીષણ આગ ૨૪ કલાક પુરા થયા બાદ પણ હજુ ચાલુ છે.આગને બુઝાવવા અત્યાર સુધીમાં કુલ મળીને ૧૦ લાખ લિટર પાણીનો વપરાશ થઈ ગયો છે.આગ નિયંત્રણમાં હોવાનું કહેતા ફાયરના અધિકારીનું કહેવું છે કે,આગ સંપૂર્ણપણે કાબુમાં લેતા હજુ બીજા ૧૦ કલાક થશે.હાલ ફાયરના ડીવિઝનલ ઓફિસર ખડીયાની આગેવાનીમાં ફાયરના ૨૫ જવાનો કાટમાળ નીચે ચાલી રહેલી આગને બુઝાવવાના પ્રયાસો કરી રહ્યા છે.

Related posts

પાવીજેતપુર તાલુકાના કરાલી પોલીસે ૧,૦૪,૬૪૦ નો વિદેશી દારૂ તથા બોલેરો પીકપ મળી કુલ ૫,૨૯,૬૪૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો.. આરોપી ગાડી મૂકી અંધારાનો લાભ લઇ ફરાર

aapnugujarat

અમદાવાદમાં પાણીજન્ય – મચ્છરજન્ય રોગચાળો વકર્યો

editor

શ્રી ચામુંડા માતાજીના મંદિરે ઉજાણી મહોત્સવમાં શ્રધ્ધાળુઓ ઉમટયા

editor

Leave a Comment

UA-96247877-1