Aapnu Gujarat
ગુજરાત

વડોદરામાં બ્રાન્ડેડના નામે નકલી પાવર બેંક વેચતા ચારની ધરપકડ

ફાઇબર બોક્ષમાં લાપી તથા કાળી માટીના સેલ ભરીને બનાવેલા એમ.આઇ. કંપનીના પાવર બેંકનું વેચાણ કરતી યુ.પી.ની ભેજાબાજ ટોળકીનો વડોદરા શહેર પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસે ઝડપી પાડેલી ટોળકીના ચાર સાગરીતો પાસેથી નકલી ૨૦૪ નંગ નકલી પાવર બેંક કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે વડોદરા શહેરના જેતલપુર રોડ ઉપર આવેલા સબર મંઝીલમાં ચારથી પાંચ યુવાનો રહે છે. અને તેઓ એમ.આઇ. કંપનીના નકલી પાવર બેંક વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં ફરીને વેચી રહ્યા હોવાની માહિતી વડોદરા શહેર એસ.ઓ.જી.ને મળી હતી. માહિતીના આધારે એસ.ઓ.જી.ના ઇન્ચાર્જ પી.આઇ. એચ.એમ.ચૌહાણની સૂચના અનુસાર સ્ટાફે સબર મંઝીલમાં દરોડો પાડ્યો હતો. અને નકલી પાવર બેંકનું વેચાણ કરતી ટોળકીના ચાર સાગરીતો સાદાબ ઝમીલઅહેમદ મલિક (રહે. સરસવા ગામ, યુ.પી.), મહંમદ સદ્દામ ઝમીલ અહેમદ મલિક (રહે. સરસવા ગામ, યુ.પી.), મહંમદ અલશર અલીશેર મલિક (રહે. ધતોલી ગામ, યુ.પી.) અને મહંમદ આકીલ નાઝીરહસન મલિક (રહે. ખતાખેડી ગામ, યુ.પી.)ની ધરપકડ કરી હતી. આ ઉપરાંત પોલીસે આ ટોળકી જે રૂમમાં રહેતી હતી તે રૂમમાંથી રૂપિયા ૪૦,૮૦૦ની કિંમતના ૨૦૪ નંગ પાવર બેંક, એક મોબાઇલ ફોન મળી કુલ રૂપિયા ૪૪,૮૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. સબર મંઝીલમાંથી નકલી પાવર બેંક વેચતી યુ.પી.ની ટોળકી ઝડપાતા વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી.

Related posts

વિંગ કમાન્ડર અભિનંદનની મુકિતની જાહેરાત બાદ ખુશી

aapnugujarat

વડોદરા જિલ્લાના બટાટાની બાગાયતી ખેતી કરવા ખેડૂતોને સૂચના

aapnugujarat

એક તરફ મેક ઇન ઇન્ડીયા તો ૫છી ૧૦૦ ટકા એેફડીઆઇ શા માટે ? : હાર્દિક ૫ટેલ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1