Aapnu Gujarat
Uncategorized

રાજુલા નગરપાલિકાનાં સફાઈ કામદારોની ફરી નિમણૂંક કરાઈ

રાજુલા નગરપાલિકા ના૧૦૬ રોજમદાર સફાઈ કામદારોને છૂટા કરેલ જે ટીવીમાં જાણવા મળે છે અશોકભાઈ બી વેગડ વલ્લભીપુર જિલ્લો ભાવનગર ભાજપના પૂર્વ સફાઈ કામદાર સેલના સહકન્વીનર રાજુલાના ચીફ ઓફિસર પરીખ સાહેબ સાથે વાતચીત કરી હતી તથા રાજ્ય સરકારના પૂર્વ મંત્રી આત્મારામ પરમારને ફોન કરીને જાણકારી આપી હતી. મંત્રીએ અમરેલીના અધિક કલેક્ટરને તપાસ કરવા અંગે જણાવ્યું હતું. મંત્રીએ રાજુલા નગરપાલિકા કચેરી ખાતે મુલાકાત કરવા જણાવ્યું હતું અને રૂબરૂ રજૂઆત કરવા માટે તાત્કાલિક સફાઈ કામદારો આંદોલન સમાપ્ત કરવા માટે વાલ્મીકિ સમાજના લોકો સાથે ચર્ચા વિચારણા કરીને ચીફ ઓફિસર રાજુલા નગરપાલિકાને મોબાઈલ ફોન પર વાતચીત કરી હતી તથા રાષ્ટ્રીય સફાઈ કામદાર આયોગના અધ્યક્ષ મનહર ઝાલા સાથે વાતચીત કરીને કહ્યું હતું કે રાજુલા નગરપાલિકાના સફાઈ કામદારોને છૂટા કરેલ છે. અધ્યક્ષે ચીફ ઓફિસરને ભલામણ કરી હતી. અમરેલી જિલ્લાના ભાજપના પ્રમુખ હિરેન હરીપરાએ ચીફ ઓફિસરને ભલામણ કરી હતી જ્યારે સાંજે પાંચ વાગ્યે સમાધાન કરવા માટે ભાજપ કાર્યકર્તા અને શહેર ના નગરપાલિકા નગરસેવક દિપેન્દ્રભાઈ કારોબારી ચેરમેન શ્રી કિશોરભાઈ અને અન્ય આગેવાનો ઉપસ્થિતમાં છુટા કરેલ ૧૦૬ રોજમદાર સફાઈ કામદારોને ફરીથી નિમણૂંક કરી હતી જેથી વાલ્મીકિ સમાજના યુવા મોરચાના તમામ યુવાને અશોક બી. વેગડ વલ્લભીપુર જિલ્લો ભાવનગર ભાજપના પૂર્વ સફાઈ કામદાર સેલના સહકન્વીનરનોઆભાર માને તથા રાજકીય આગેવાનો પણ આભાર માનવામાં આવે છે.

Related posts

રાજકોટની જીવાદોરી સમાન આજી ડેમ ઓવરફ્લો, મુખ્યમંત્રીએ કર્યાં નવા નીરના વધામણા

editor

શ્રી સોમનાથ મંદિર ખાતે યાત્રી સુવિધા હેતુ ચોપાટી ખાતે તૈયાર કરવામાં આવેલસાર્વજનીક શૌચાલયનો પ્રારંભ કરવામાં આવ્યો

aapnugujarat

વેરાવળ મા શ્રી ગુજઁર ક્ષત્રીય કડીયા સમાજ દ્રારા ભવ્ય સરસ્વતી સન્માન સમારોહ યોજાયો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1