Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચારતાજા સમાચાર

બાળક તસ્કરીમાં એશિયામાં અગ્રેસર ભારત

એક અંદાજ મુજબ દુનિયામાં દર વર્ષે ૨ લાખ બાળકો ગુલામીથી પીડિત હોય છે. જે પૈકી ત્રીજા ભાગના બાળકો એશિયાના દેશોના હોય છે. તેમાં પણ ભારતમાં બાળ તસ્કરીનો મુદ્દો ખૂબ જ ચિંતાજનક છે. દર વર્ષે બાળ તસ્કરીના આંકડાઓમાં સતત વધારો થઇ રહ્યો છે. પરંતુ બાળ તસ્કરીને રોકવા કડક કાયદો બનાવ્યો હોવા છતાં બાળકોની તસ્કરીના બનાવો અટકતા નથી.દુનિયાભરમાં માનવ તસ્કરી અને ખાસ કરીને બાળ તસ્કરીનો મુદ્દો ખૂબ જ ચિંતાજનક બની રહ્યો છે. તેમાં પણ ભારતમાં સંગઠીત અને ગેરકાયદે માનવ તસ્કરી એટલી ઝડપથી વધી રહી છે કે ભારતને એશિયામાં માનવ તસ્કરીના મુખ્ય કેન્દ્રો પૈકીનું એક માનવામાં આવે છે. છેલ્લા પાંચ વર્ષમાં માનવ તસ્કરીના મામલામાં ચાર ગણો વધારો થયો છે.બાળ તસ્કરીના અનેક સ્વરૂપો છે. પૈસા માટે બાળકોનું વેચાણ. યૌન શોષણ. બાળકોના અંગોની તસ્કરી. ભિક્ષા કે મજૂરી માટે શોષણ વગેરે અનેક મુદ્દે તસ્કરી કરનારી ટોળકી બાળકોને ઉઠાવી જાય છે. રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ દ્વારા મહિલાઓ અને બાળકોના રિપોર્ટમાં જણાવાયું છે કે જે બાળકો અંગે કોઇ ભાળ નથી મળી તે હકીકતમાં ગાયબ નથી થયા. પરંતુ તેમની તસ્કરી કરવામાં આવી છે. આમાંથી બહોળી સંખ્યામાં યૌન શોષણના દોજખમાં ધકેલવામાં આવ્યા છે. ભારતમાં આ સ્થિતિની ગંભીરતાનો એ તથ્યો પરથી અંદાજ લગાવી શકાય છે કે દર વર્ષે દેશના વિવિધ સ્થાનોમાંથી ૧ લાખ બાળક ગૂમ થઇ રહ્યા છે. સરેરાશ જોતા દરરોજ ૧૮૦ બાળક ગૂમ થયાની જાણકારી મળે છે. આ ગૂમ થયેલા બાળકો પૈકી ૫૫ ટકા બાળકીઓ હોય છે. આ આંકડો સતત વધતો જ જાય છે. એશિયામાં માનવ તસ્કરીના મામલે ભારતનો રેકોર્ડ બહુ ખરાબ છે.

Related posts

कांग्रेस ने हिमाचल को अपराध भूमि में बदला : हिमाचल में योगी प्रचार के लिए पहुंचे

aapnugujarat

सोशल मीडिया का दुरुपयोग बहुत खतरनाक, सरकार बनाए सख्त नियम : SC

aapnugujarat

नेतन्याहू की ईरान को धमकी, ‘इजरायल की परीक्षा न ले’

aapnugujarat

Leave a Comment

UA-96247877-1