Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

રાફેલ મુદ્દો ગજવવા રાહુલે બનાવી છ સભ્યોની સમિતી

રાફેલ સોદા મુદ્દે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર પર સતત પ્રહારો કરી રહ્યા છે ત્યારે હવે રાફેલ મુદ્દે કોંગ્રેસ વધુ આક્રમક બનશે. આ મુદ્દો રાષ્ટ્રીય સ્તરે ગજવવા અને લોકો સુધી ભ્રષ્ટાચારની વાત પહોંચાડવા માટે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ ૬ સભ્યોની સમિતિ બનાવી છે.આ સમિતીમાં ગુજરાત કોંગ્રેસના બે ટોચના નેતાઓનો સમાવેશ કરાયો છે. ૬ સભ્યોની સમિતીમાં ગુજરાતમાંથી શક્તિસિંહ ગોહિલ અને અર્જુન મોઢવાડીયાને સમાવાયા છે. આ ઉપરાંત પીઢ નેતા જયપાલ રેડ્ડી, પ્રિયંકા ચતુર્વેદી, પવન ખેરા અને જયવીર શેરગિલનો પણ સમાવેશ કરાયો છે.કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલ સમગ્ર કાર્યક્રમની દેખરેખ રાખશે અને સંકલન કરશે. આ સમિતીના સભ્યો સમગ્ર દેશમાં રાફેલ મુદ્દે કોંગ્રેસ પ્રેસ કોંફરન્સ અને જનઆંદોલન કરશે. કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે બહુ મોટો ભ્રષ્ટાચાર કર્યો છે એ વાત લોકો સામે અસરકારકતાથી મૂકાશે તેમ કોંગ્રેસે જણાવ્યું છે.

Related posts

इसरो 28 फरवरी को लॉन्च होगा PSLV-C51 मिशन

editor

મહિલા કમાંડૉ પીએમ મોદીની સુરક્ષાની જવાબદારી સંભાળશે

aapnugujarat

પર્રિકર રાફેલ ડીલ સાથે સંમેત નહોતા એટલે જ પદ છોડી ગોવા પરત ફર્યા હતા : શરદ પવાર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1