Aapnu Gujarat
બિઝનેસ

૯૦ ટકા ગ્રામીણ પરિવારો પાસે મોબાઇલ છતાં દેવાદાર

ભારતના ગ્રામીણ પરિવારોની આવક, જીવનસ્તર, રોજગાર વગેરેની તાજી વિગતો નાબાર્ડ પાસે આવી છે, જેમાં દેશના ૯૦ ટકા ગ્રામીણ પરિવારો પાસે પોતાનો મોબાઇલ ફોન છે, આમ છતાં ૫૨.૫ ટકા પરિવારો દેવાના બોજમાં ડૂબેલા છે. ગ્રામીણ પરિવારોની સરેરાશ આવક પર નજર નાખીએ તો ખેતીની આવક કરતાં તેમની મજૂરીની આવક ઘણી વધારે છે. જોકે આવા પરિવારોની બચતનો ઘણોખરો હિસ્સો બેન્કોમાં જમા થયેલો છે. નાબાર્ડના ચેરમેન એચ. કે. ભનવાલાએ કહ્યું હતું કે નાણાકીય સુવિધાઓ અને ગ્રામીણ આવકને ધ્યાનમાં લઈને આ સરવે કરાયો છે. ખેતી સાથે જોડાયેલા પરિવારોની આવકમાં ઝડપી વધારો થયો છે. નાના અને સામાન્ય ખેડૂતોની આવક વધી છે.એક ગ્રામીણ પરિવારની સરેરાશ વાર્ષિક આવક રૂ. ૧,૦૭,૧૭૨ છે જ્યારે ખેતી સિવાયનું અન્ય કામ કરીને આવક મેળવતા પરિવારોની સરેરાશ આવક રૂ. ૮૭,૨૨૮ છે. માસિક આવકનો ૧૯ ટકા હિસ્સો ખેતીમાંથી આવે છે જ્યારે સરેરાશ આવકમાં દૈનિક મજૂરીથી મેળવવામાં આવતી આવક ૪૦ ટકાથી વધુ છે.સરવે પ્રમાણે ૮૭થી ૯૦ ટકા પરિવારો મોબાઇલ ધરાવે છે જ્યારે ૫૮ ટકા પાસે મનોરંજન આપતું ટીવી છે. ૩૪ ટકા લોકો પાસે દ્વિચક્રી વાહનો છે અને ફક્ત ૩ ટકા પાસે કાર છે, જ્યારે ૨ ટકા પાસે લેપટોપ, એસી છે.

Related posts

વ્યાજદર વધશે કે કેમ તેને લઇને આજે નિર્ણય

aapnugujarat

શેરબજારમાં પ્રવાહી પરિસ્થિતિ રહેવાની વકી

aapnugujarat

कॉरपोरेट कर में कमी से बढ़ेगा निवेश, बेहतर होगी प्रतिस्पर्धा क्षमता : IHS मार्किट

aapnugujarat

Leave a Comment

UA-96247877-1