Aapnu Gujarat
Uncategorized

ખાલી પડેલી જસદણ સીટ પર ચૂંટણી ક્યારે યોજાશે ? : ચર્ચાએ જોર પકડ્યું

રાજકોટ જિલ્લાની ૭૨-જસદણ વિધાનસભાની બેઠકના ધારાસભ્ય કુંવરજી બાવળીયાએ કોંગ્રેસમાંથી રાજીનામુ આપતા ખાલી પડેલી આ બેઠક માટે આગામી નવેમ્બર અથવા તો ડિસેમ્બર માસમાં ચૂંટણી યોજાય તેવા સ્પષ્ટ સંકેતો વચ્ચે રાજય ચૂંટણીપંચ દ્વારા પેટા ચૂંટણીની તૈયારીનો ધમધમાટ શરૂ કરી દેવાયો છે અને પેટા ચૂંટણી માટે ભાવનગર જિલ્લામાંથી ઈવીએમ, વીવીપેટ સહિતની સામગ્રી મંગાવી લેવાની પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ જિલ્લાની ૭૨-જસદણ વિધાનસભા બેઠકના ધારાસભ્ય કુંવરજી બાવળીયાએ કોંગ્રેસમાંથી રાજીનામુ આપી ભાજપમાં જોડાતા આ વિધાનસભા બેઠક ખાલી પડી છે. કાયદાકીય જોગવાઈ મુજબ પેટા ચૂંટણી યોજવી પડે તેવી હોય ચૂંટણીપંચ દ્વારા તૈયારીનો ધમધમાટ શરૂ કરાયો છે.
૨.૨૮ લાખ મતદારો ધરાવતી આ વિધાનસભા બેઠકમાં કુલ ૨૫૬ મતદાન મકો આવેલા છે પરંતુ મતદાર યાદી સુધારણા બાદ ૭૨-જસદણ વિધાનસભા મતક્ષેત્રમાં મતદારોનો વધારો તાં ૮ મતદાન મકો વધે તેમ હોય જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા બન્ને વિકલ્પો ખુલ્લા રાખવામાં આવ્યા છે.
ટોચના સૂત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ ૭૨-જસદણ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીની તૈયારીના ભાગરૂપે ચૂંટણીપંચના આદેશને પગલે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ભાવનગર જિલ્લામાંથી ૪૦૦ બેલેટ યુનિટ, ૧૫૦ કોમ્પ્યુટર યુનિટ અને ૨૫૦ વીવીપેટ મશીન મંગાવવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે.
આમ જસદણ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીનો ધમધમાટ શરૂ તાં જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા આગામી નવેમ્બર અવા ડિસેમ્બર માસમાં પેટા ચૂંટણી યોજાય તેવા સ્પષ્ટ સંકેતો મળી રહ્યાં છે.

Related posts

RBI ने निजी बैंकों के मुखिया की 70 साल रिटायरमेंट सीमा की तय

aapnugujarat

મહાશિવરાત્રીના પાવન પર્વે ઝાલાવાડ શિવ ભક્તિના રંગે રંગાયું

editor

Shia Waqf Board not to allow waqf properties to be used for propaganda

aapnugujarat

Leave a Comment

UA-96247877-1