Aapnu Gujarat
રમતગમત

ટીમ ઇન્ડિયા લડત આપ્યા વગર હારી એ બહુ ખોટું થયું : સેહવાગ

આયોજક ઈંગ્લેન્ડ સામે વર્તમાન શ્રેણીની પહેલી બે ટેસ્ટ મેચમાં ભારતની શરણાગતિએ રાષ્ટ્રના કેટલાક નામાંકિત ભૂતપૂર્વ ક્રિકેટરોની નિંદા-ટીકા આમંત્રી છે, જેઓ આશા કરે છે કે પ્રવાસી ખેલાડીઓ પાસે આગામી મેચોમાં બાજી સુધારી શકવા માટે આત્મવિશ્ર્‌વાસ અને માનસિક શક્તિ હોય.વીરેન્દર સેહવાગ, બિશનસિંહ બેદી અને વી. વી. એસ. લક્ષ્મણે લોડ્‌ર્સ ટેસ્ટમાં લડતભરી રમતના અભાવ બદલ સખત ટીકા કરી હતી કે જેમાં ભારતની ટીમ એક દાવ અને ૧૫૯ રનથી હારી જવા પછી પાંચ ટેસ્ટની શ્રેણીમાં ૦-૨થી ખાધમાં ઊતરી પડી હતી.”ભારત માટે બહુ ખરાબ છે અને ભારતીય ખેલાડીઓ લડતભરી રમત દેખાડયા વિના હારી ગયા હતા એ વધુ ખોટું થયું એમ સેહવાગે ટિ્‌વટર પર કહ્યું હતું. ભૂતપૂર્વ મહાન સ્પિનર બેદીએ ભારતના દેખાવની વધુ સખત ટિપ્પણ કરતા કહ્યું હતું કે તે ઉદાસ હતો.લક્ષ્મણે કહ્યું હતું કે કોઈ લડત આપ્યા વિના સહેલાઈથી હારી જવા પછી ભારતીય બેટ્‌સમેનોએ પોતાની ભૂલ સુધારવી જોઈએ.ભૂતપૂર્વ બેટધર મોહંમદ કૈફે કહ્યું હતું કે ભારતીય ટીમનો દેખાવ જોવા લાયક ન હતો અને ભારતીય બેટ્‌સમેનો ટેસ્ટના બંને દાવમાં કુલ ફક્ત ૮૨ ઓવર રમી શક્યા હતા.તેણે કહ્યું હતું કે લોડ્‌ર્સ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમનો દેખાવ રમતના બધા વિભાગમાં નબળો હતો. અન્ય ભૂતપૂર્વ બેટ્‌સમેન વિનોદ કાંબળીએ કહ્યું હતું કે આવતી ટેસ્ટ પૂર્વે ભારતે ઘણું વિચારવાનું રહે છે.

Related posts

ધોનીનું પદ્મ ભૂષણની સાથે સન્માન થયું

aapnugujarat

नडाल ने रोजर्स कप के सेमीफाइनल में बनाई जगह

aapnugujarat

टी-20 क्रिकेट अफगानिस्तान की ताकत है : कोच क्लूजनर

aapnugujarat

Leave a Comment

UA-96247877-1