Aapnu Gujarat
Uncategorized

મોરબીમાં જમીન મુદ્દે પિતા-પુત્રી અને ભત્રીજાની હત્યા

મોરબીમાં બે જૂથ વચ્ચે અથડામણ થઇ હતી. બે જૂથ ઘાતક હથિયારો વડે આમનેસામને આવી જતાં આ અથડામણાં ત્રણ યુવકોના ઘટના સ્થળે મોત નીપજ્યા છે. ઘટનાની જાણ થતાં જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં પોલીસ કાફળો ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસ ઘટના સ્થળે પહોંચીને સ્થિતિ પર કાબુ મેળવ્યો હતો. આ ઘટનામાં પોલીસને જાણવા મળ્યું છે કે, જમીન બાબતની માથાકૂટમાં જૂથ અથડામણ થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ઘટનામાં ભોગ બનેલા મૃતકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ હસેડવામાં આવ્યા હતા. જ્યારે હોસ્પિટલ બહાર પરિવારના રાત્રે સર્જાયેલી તંગ સ્થિતિના કારણે આજુબાજુ રહેતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. પોલીસે હત્યાનો ગુનોં નોંધીને આગળની કાર્યવાહી કરી હતી.
આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, મોરબીમા લીલાપર રોડ પર આવેલ બોરીયાપાટી વાડી વિસ્તારમા મોડી રાત્રીના પોણા એક વાગ્યાની આસપાસ બે જુથ વચ્ચે મારામારીનો બનાવ બન્યો હતો. આ જુથ અથડામણ દરમ્યાન ત્રણ મુસ્લિમ યુવાનોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નિપજતા બનાવ ત્રિપલ મર્ડરમા પરિણમ્યો હતો. આ બનાવની જાણ થતાની સાથે જ ડીવાયએસપી બન્નો જોશી ,એલસીબી પીએસઆઇ આર.ટી.વ્યાસ, તાલુકા પીએસઆઇ એસ.એ.ગોહીલ સહીતનો પોલીસ કાફલો ઘટના સ્થળે તુરંત જ દોડી ગયો હતો અને ત્રણે મૃતદેહને સિવિલ હોસ્પીટલ પીએમ અર્થે ખસેડવામાં આવ્યા હતા જેમા સામેના જુથને પણ આ મારામારીમાં ઇજા થઈ હોવાથી ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

Related posts

DriveShare Lets You Rent Your Dream Car From A Car Collector

aapnugujarat

વકીલ કિરીટ જોશી હત્યા કેસ : બે કોન્ટ્રાક્ટ કિલરોની આખરે ધરપકડ થઇ

aapnugujarat

મુળી વઢવાણ ધ્રાંગધ્રા તાલુકાના ૨૦ ગામનાં ખેડૂતો નર્મદાનાં નીર માટે મેદાનમાં

editor

Leave a Comment

UA-96247877-1