Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

રાફેલ ડીલ, ભ્રષ્ટાચાર, રોજગાર મામલે વડાપ્રધાન મૌન છે : રાહુલ

કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ જયપુરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા કેન્દ્રના સત્તારૂઢ ભાજપ ઉપર આજે તેજાબી પ્રહાર કર્યા હતા. રાહુલ ગાંધીએ રાફેલ ડીલમાં મોટાપાયે ભ્રષ્ટાચારનો આક્ષેપ મુકીને કહ્યું હતું કે મોદી આ મહત્વપૂર્ણ મામલા પર બિલકુલ મૌન બનેલા છે. રાહુલે આજે રાજસ્થાનમાં ચૂંટણી પ્રચારનું રણશીંગુ ફૂંક્યું હતું. સૌથી પહેલા રોડ શો યોજવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. ત્યારબાદ રેલીને સંબોધન કર્યું હતું. જયપુરમાં કોંગ્રેસ પ્રતિનિધિ સંમેલનમાં રાહુલે કહ્યું હતું કે યુપીએના શાસનકાળમાં સરકારે એક વિમાન ૫૪૦ કરોડ રૂપિયામાં ખરીદી લીધું હતું પરંતુ વર્તમાન સરકાર એજ વિમાનની ખરીદી માટે ફ્રાન્સની કંપનીને ૧૬૦૦ કરોડ રૂપિયા આપી રહી છે. મોદી આ કૌભાંડને લઈને શાંત છે. રાહુલે એમ પણ કહ્યું હતું કે વડાપ્રધાને બે કરોડ રોજગાર, દરેકના ખાતામાં પંદર લાખ રૂપિયા, મહિલા સુરક્ષાનું વચન આપ્યું હતું. રાફેલ ડીલ, ખેડૂતોના મુદ્દાઓ, રોજગારીના પ્રશ્નો, બળાત્કારની વધતી જતી ઘટનાઓ અંગે જ્યારે વાત કરી ત્યારે મોદી લોકસભામાં તેમની સામે જોવાની સ્થિતિમાં પણ દેખાયા ન હતા. રાહુલે કહ્યું હતું કે ખેડૂતો દરરોજ આત્મહત્યા કરી રહ્યા છે. ખેડૂતોને માત્ર વચનો આપવામાં આવી રહ્યા છે. છેલ્લા બે વર્ષના ગાળામાં મોદી સરકારે ૧૫ બિઝનેસમેનના બે લાખ કરોડ રૂપિયાનું દેવું માફ કર્યું છે. ખેડૂતોની લોન માફી ઉપર મોદી કદી નિવેદન કરતા નથી. ઉદ્યોગપતિઓ લાખો કરોડો રૂપિયા લઈને પાછા આપતા નથી. તેમને નોન પરફોર્મિંગ એસેટ કહી દેવામાં આવે છે પરંતુ નાના વેપારી અને ખેડૂતો સાથે ભેદભાવ કરવામાં આવે છે. યુવાનોને રોજગારી મળી રહી નથી કારણ કે આપનું નામ અનિલ અંબાણી નથી. બેટી બચાવો બેટી પઢાવોનો નારો આપવામાં આવ્યો છે પરંતુ કોનાથી બચાવો તેમ કહેવામાં આવ્યું નથી. યુપીમાં ભાજપના ધારાસભ્ય બળાત્કારના કેસમાં પકડાય છે પરંતુ મોદી કોઈ વાત કરતા નથી. ઉત્તરપ્રદેશથી લઈને છત્તીસગઢ સુધી આજ સ્થિતિ બનેલી છે. દરમિયાન, રાહુલ ગાંધીએ રાજસ્થાનમાં ભવ્ય રોડ શો યોજ્યો હતો. રોડ શોમાં મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકરો અને લોકો ઉમટી પડ્યા હતા. આ ગાળા દરમિયાન રાહુલે લોકોની વચ્ચે પહોંચીને તેમનો આભાર માન્યો હતો. રાહુલ ગાંધી તે પહેલા જયપુર પહોંચ્યા હતા જ્યાં કોંગ્રેસી વરિષ્ઠ નેતાઓ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. એકબાજુ રાહુલ ગાંધીએ રોડ શો યોજ્યો હતો. જ્યારે બીજી બાજુ રાજસ્થાનના મુખ્યમંત્રી વસુંધરા પણ યાત્રા કાઢી રહ્યા છે.

Related posts

अरुण जेटली की मानहानि वाले मामले में हाई कोर्ट ने केजरीवाल पर लगाया ५ हजार का जुर्माना

aapnugujarat

યાસીન મલિકે આતંકી ગતિવિધિઓમાં સામેલ હોવાની કબૂલાત કરી

aapnugujarat

મહિલા ભ્રૂણ લઈને પોલીસ સ્ટેશન પહોંચી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1