Aapnu Gujarat
રાષ્ટ્રીય

યાસીન મલિકે આતંકી ગતિવિધિઓમાં સામેલ હોવાની કબૂલાત કરી

કાશ્મીરનો અલગાવવાદી નેતા યાસિન મલિક ટેરર ફંડિગ મામલે દોષિત જાહેર થયો છે. દ્ગૈંછની કોર્ટે યાસીન મલિકને દોષિત જાહેર કર્યો છે. આ મામલે સજા કેટલી થશે તેનો ર્નિણય ૨૫મી મેના રોજ લેવાશે. યાસિન મલિકે પોતે કબૂલાત કરી હતી કે તે કાશ્મીરમાં આતંકી ગતિવિધિઓમાં સામેલ હતો. આ મહિને જ ખબર આવી હતી કે યાસીન મલિકે તે આતંકી ગતિવિધિઓમાં સામેલ હતો તે સ્વીકાર્યું છે. તેણે અપરાધિક ષડયંત્ર રચ્યું હતું અને તેના પર લાગેલી દેશદ્રોહની કલમ પણ સાચી છે. યાસીન પર જે ેંછઁછ હેઠળ કલમો લાગી છે તે ગુના પણ તેણે સ્વીકાર્યા હતા. અલગાવવાદી યાસીન મલિકે કોર્ટમાં કહ્યું કે તે યુએપીએની કલમ ૧૬ (આતંકવાદી ગતિવિધિ), ૧૭ (આતંકી ગતિવિધિઓ માટે ફંડ ભેગુ કરવું), ૧૮ (આતંકવાદી કૃત્યનું ષડયંત્ર રચવું), તથા ૨૦ (આતંકવાદી જૂથ કે સંગઠનનો સભ્ય હોવું) તથા ઈન્ડિયન પીનલ કોડની કલમ ૧૨૦-બી (અપરાધિક ષડયંત્ર), તથા ૧૨૪(એ) રાજદ્રોહ હેઠળ લાગેલા આરોપોને પડકારવા માંગતો નથી. યાસીન મલિક પર જે કલમો હેઠળ કેસ દાખલ થયો છે તેમાં તેને વધુમાં વધુ આજીવન કેદની સજા થઈ શકે છે. યાસીન મલિક કાશ્મીરમાં સક્રિય રાજનેતા હતો અને યુવાઓને ભડકાવવામાં તેનો ખાસ ફાળો હોવાનું કહેવાય છે. તે જમ્મુ-કાશ્મીર લિબરેશન ફ્રન્ટ (ત્નદ્ભન્હ્લ) સાથે જાેડાયેલો છે. ૨૦૧૯માં કેન્દ્ર સરકારે જેકેએલએફ પર પ્રતિબંધ લગાવ્યો હતો. હાલ તે તિહાડ જેલમાં બંધ છે. તેના પર ૧૯૯૦માં એરફોર્સના ૪ જવાનોની હત્યાનો આરોપ છે. જે તેણે સ્વીકાર્યું પણ હતું. તે વખતે મુફ્તી મોહમ્મદ સઈદની પુત્રી રૂબિયા સઈદના અપહરણનો પણ આરોપ લાગ્યો હતો.

Related posts

शिवसेना ने भागवत, गडकरी से की हस्तक्षेप की मांग

aapnugujarat

महाराष्‍ट्र में 31 अगस्‍त तक बढ़ा लॉकडाउन

editor

મહાવિકાસ અઘાડી સરકારમાંથી બહાર થવા શિવસેના તૈયાર : રાઉત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1