Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

મોદી સરકારે જાહેરાતો પાછળ ૧૨૬૪ કરોડનો ખર્ચ કર્યો

કેન્દ્ર સરકારે વર્ષ ૨૦૧૭-૧૮માં લોક સંપર્ક અને પ્રસાર બ્યુરો (બીઓસી) ના માધ્યમથી ઇલેક્ટ્રોનિક, પ્રિંટ અને અન્ય મીડિયામાં જાહેરાતો પર લગભગ ૧૩૧૩ કરોડ રૂપિયા ખર્ચ જ્યારે છે જ્યારે ગત નાણાકીય વર્ષમાં આ રકમ લગભગ ૧૨૬૪ કરોડ રૂપિયા હતી. આ માહિતી માહિતી અને પ્રસારણ મંત્રી રાજ્યવર્ધન રાઠોડે એક સવાલના લેખિત જવાબમાં રાજ્યસભામાં આપી છે.તેમણે જણાવ્યું કે ૨૦૧૭-૧૮માં પ્રિંટ માધ્યમમાં ૬૩૬.૦૯ કરોડ રૂપિયા જાહેરાત પાછળ ખર્ચ કરવામાં આવ્યા જ્યારે શ્રાવ્ય-દ્રશ્ય માધ્યમમાં ૪૬૮.૯૩ કરોડ રૂપિયા અને બાહ્ય પ્રચાર પર ૨૦૮. ૫૫ કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા. વર્ષ ૨૦૧૬-૧૭માં પ્રિંટ માધ્યમમાં ૪૬૮.૫૩ કરોડ રૂપિયા જાહેરાતો પાછળ ખર્ચ કરવામાં આવ્યા જ્યારે દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમમાં ૬૦૯.૧૪ કરોડ રૂપિયા અને બાહ્ય પ્રચાર પર ૧૮૬.૫૯ કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા હતા.રાઠોડે અન્ય એક સવાલના જવાબમાં કહ્યું કે માહિતી પ્રસારણ મંત્રાલયે ૨૦૧૬-૧૭માં પ્રસાર ભારતીને ૩૧૩૨.૬૮ કરોડ રૂપિયા આપ્યા જ્યારે ૨૦૧૭-૧૮માં આ રકમ ૨૭૩૭ કરોડ રૂપિયા હતી. ૨૦૧૮-૧૯માં આ રકમ ૬૯૪.૦૨ કરોડ રૂપિયા અપાઇ હતી. માહિતી અને પ્રસારણ મંત્રીએ પણ જણાવ્યુ કે ૨૦૧૪થી અત્યાર સુધી મોદી સરકારે જાહેરાતો પર કુલ ૪૮૮૦ કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. જેમાં ૨૦૧૪-૧૫માં ૯૭૯.૭૮ કરોડ, ૨૦૧૫-૧૬માં ૧૧૬૦.૧૬ કરોડ અને ૨૦૧૬-૧૭માં ૧૩૧૩.૫૭ કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો.રાઠોડે જણાવ્યુ કે મોદી સરકારના ચાર વર્ષ દરમિયાન પ્રિંટ મીડિયામાં જાહેરાતો પર ૨૧૨૮.૩૩ કરોડ, દ્રશ્ય-શ્રાવ્ય મીડિયા માધ્યમ પર ૨૧૩૧.૫૭ કરોડ અને બાહ્ર માધ્યમો પર ૬૨૦. ૭૦ કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો.
રાઠોડે જણાવ્યુ કે બ્યુરો ઑફ આઉટરીચ એન્ડ કમ્યુનિકેશન વિભાગ દ્વારા આ દરમિયાન વડાપ્રધાન પાક વીમા યોજના, સ્વચ્છ ભારત અભિયાન, સ્માર્ટ સિટી અભિયાન અને સાંસદ આદર્શ ગ્રામ યોજના પર છેલ્લા ત્રણ વર્ષમાં ૨૦૧૫-૧૬માં ૫૨ જાહેરાતો પર ૬૦.૯૪૪૨ કરોડ રૂપિયા, ૨૦૧૬-૧૭માં ૧૪૨ જાહેરાતો પર ૮૩.૨૬૮૬ કરોડ રૂપિયા અને ૨૦૧૭-૧૮માં ૩૦૯ જાહેરાતો પર ૧૪૭.૯૬ કરોડ રૂપિયા ખર્ચ કર્યા.અન્ય એક સવાલના જવાબમાં રાઠોડે કહ્યું કે ભારતમાં ૮૬૭ ખાનગી ચેનલોને બ્રોડકાસ્ટની મંજૂરી હતી. ૨૩૬ ખાનગી સેટેલાઇટ ટીવી ચેનલોની જુદાજુદા કારણોસર પરમિશન રદ કરવામાં આવી. ૨૩૬માંથી ૧૪૭ ટીવી ચેનલોને મંજૂરી ગત ત્રણ વર્ષ દરમિયાન રદ કરવામાં આવી છે.

Related posts

હવે ચેક પર આધાર નંબર લખવાને ફરજિયાત કરાશે

aapnugujarat

Ratul Puri received money from both arbitrators : ED in AgustaWestland case

aapnugujarat

TN police arrests 3 IS suspects from Ramanathapuram

aapnugujarat

Leave a Comment

UA-96247877-1