Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

હવે ચેક પર આધાર નંબર લખવાને ફરજિયાત કરાશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકાર હવે ચેક પર પણ આધાર નંબર નાંખવાને ફરજિયાત કરવા જઇ રહી છેૅ કે કેમ તેની ચર્ચા છેડાઇ ગઇ છે. કારણ કે ચાલુ ખાતાના ચેક પર આધાર નંબર નાંખવાનો વિકલ્પ હવે આપવામાં આવી ચુક્યો છે. હકીકતમાં કેટલાક નિષ્ણાંતોએ પણ આની ગંભીર નોંધ લીધી છે. હાલમાં રાજ ફેબ્રિક્સ ના પ્રોપ્રાઇટર એ વખતે આશ્ચર્યચકિત થઇ ગયા હતા જ્યારે તેમને જોયુ કે એક પાર્ટીએ તેમને જે ચેક મોકલ્યો છે તે ચેક પર તેમને રિસિવર તરીકે પોતાના આધાર નંબર ભરીને બેંકમાં જમા કરાવી દીધો છે. વેપારી વર્ગ માટે નવી વ્યવસ્થા ચોંકાવનારી હોઇ શકે છે. રાજ ફેબ્રિક્સના અધિકારીઓ કહે છે કે હાલમાં તે વિકલ્પ તરીક છે. પરંતુ સરકાર જે રીતે ગુપ્તરીતે નિર્ણય ફરજિયાત કરી દે છે તે જોતા આ જો ફરજિયાત થઇ જશે તો કોઇ આશ્ચર્ય થશે નહી. જ્યારે ખરીદનાર અને વેચનાર બન્ને પાર્ટીના એકાઉન્ટ નંબર, પેન કાર્ડ નંબર આધાર લિન્ક છે ત્યારે ચેક પર આધાર નંબર લેવાની પાછળ સરકારનો હેતુ શુ છે. સરકાર દ્વારા આની પાછળના હેતુ સ્પષ્ટ કરવામાં આવે તે જરૂરી છે. સિન્ડિકેન્ટબેંકના પૂર્વ નિર્દેશક અનંત પંડિતે કહ્યુ છે કે બન્ને પાર્ટીઓ દ્વારા જ્યારે બિલિંગ કરવામાં આવ્યુ છે ત્યારે કામ પૂર્ણ થયુ છે. હવે જો આધાર નંબર પુછવામાં આવે છે તો ડરવાની શુ જરૂર છે. હકીકતમાં આ બાબત થોડાક સમય માટે હાથ ધરવામાં આવનાર છે. સિસ્ટમમાં તમામ બાબતો ગોઠવાઇ જાય તેવા પ્રયાસ કરવામાં આવ રહ્યા છે. તેને ફરજિયાત કરવાનો કોઇ પ્રશ્ન નથી. કેટલાક લોકોનુ કહેવુ છે કે સરકાર વેપારીઓનુ કામ કરવાના બદલે તેમના કામને વધારી રહી છે. આનો જોરદાર વિરોધ હવે શરૂ થઇ જાય તેવી શક્યતા છે.

Related posts

પીએનબી ફ્રોડ : ચંદા કોચર, શીખા શર્મા સામે નોટિસ જારી

aapnugujarat

સુપ્રીમ કોર્ટેકહ્યું હાદિયાએ મરજીથી કર્યા લગ્ન, એનઆઇએને તપાસનો હક નથી

aapnugujarat

FPI દ્વારા ઇક્વિટીથી કુલ ૪૦૮૯ કરોડ રૂપિયા પરત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1