Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

આર્થિક ગતિવિધિ વધી : જીએસટી કલેક્શન આંકડો એક લાખ કરોડ

ગુડ્‌ઝ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી)માંથી રેવન્યુ કલેક્શનનો આંકડો પ્રથમ વખત એક લાખ કરોડથી પણ ઉપર પહોંચી ગયો છે. એપ્રિલ ૨૦૧૮માં આ આંકડો એક લાખ કરોડથી ઉપર પહોંચ્યો છે. નાણામંત્રાલય દ્વારા આજે આ અંગેના આંકડા જારી કરવામાં આવ્યા હતા. આમા જણાવવામાં આવ્યું છે કે, માસિક રેવેન્યુનો આંકડો પ્રથમ વખત એક લાખ કરોડના આંકડાને પાર કરી ગયો છે. આંકડામાં જણાવવામાં આવ્યું છે કે, એપ્રિલ મહિનામાં કુલ જીએસટી કલેક્શનનો આંકડો ૧૦૩૪૫૮ કરોડનો રહ્યો છે. સરકારનું કહેવું છે કે, એપ્રિલ મહિનામાં કેન્દ્ર અને રાજ્ય સરકારોથી પ્રાપ્ત કુલ રેવન્યુનો આંકડો ૩૨૪૯૩ કરોડ રૂપિયા સીજીએસટી અને ૪૦૨૫૭ કરોડ રૂપિયા એસજીએસટી મારફતે ભેગા થયા છે. સરકારનું કહેવું છે કે, એપ્રિલ મહિનામાં કમ્પોઝિશન ડિલર્સને ત્રિમાસિક રિટર્ન પણ દાખલ કરવાના હતા. ૧૯.૩૧ લાખ કમ્પોઝિશન ડિલરો પૈકી ૧૧.૪૭ લાખ ડિલરોએ રિટર્ન દાખલ કર્યા છે. જો કે, ૩૯.૪૦ ટકા છે. ૫૭૯ કરોડ રૂપિયા ટેક્સ આપ્યા છે. આની સાથે જ કુલ આંકડો ૧.૦૩ લાખ કરોડ જીએસટીમાં સામેલ છે. નાણામંત્રાલયનું કહેવું છે કે, જીએસટી રેવન્યુમાં ઉછાળો અર્થવ્યવસ્થામાં વધારો કરવા અને વધુ સારી સ્થિતિને દર્શાવે છે. એપ્રિલ ૨૦૧૮માં ગ્રોસ જીએસટી રેવન્યુ કલેક્શનનો આંકડો આશાસ્પદ રહ્યો છે. જે પૈકી સેન્ટ્રલ જીએસટીનો આંકડો ૧૮૬૫૨ કરોડ, સ્ટેટ જીએસટીનો આંકડો ૨૫૭૦૪ રૂપિયાનો રહ્યો છે. આવી જ રીતે ઇન્ટેગ્રેટેડ જીએસટીનો આંકડો ૫૦૫૪૮ કરોડનો રહ્યો છે. સેસનો આંકડો ૮૫૫૪ કરોડ રહ્યો છે. નાણા મંત્રી અરુણ જેટલીએ રેકોર્ડ જીએસટી કલેક્શન કરવા બદલ તમામ સંબંધિતોને અભિનંદન પાઠવ્યા છે અને આ બાબતને ઐતિહાસિક સિદ્ધિ તરીકે ગણાવી છે. જેટલીએ કહ્યું છે કે, આર્થિક પ્રવૃત્તિ દેશમાં વધી રહી છે તે આ આંકડા દર્શાવે છે. જેટલીનું કહેવું છે કે, તમામ કરદાતાઓને પણ તેઓ અભિનંદન આપે છે. નાણા મંત્રાલયે જેટલીના નિવેદનને લઇને ખુશી વ્યક્ત કરી છે. જીએસટી કાઉન્સિલની બેઠક ચોથી મેના દિવસે મળનાર છે ત્યારે આ બેઠકમાં પણ આ પાસા ઉપર ચર્ચા થશે. આંતરરાજ્ય મુવમેન્ટ માટે ઇ-વે બિલને પહેલી એપ્રિલથી અમલી કરવાની તૈયારી કરાઈ હતી. આર્થિક ગતિવિધિમાં વધારો થઇ રહ્યો છે. જીએસટી રેવન્યુમાં વધારો ઇ-વે બિલ લાગૂ કરવા સાથે પણ સંબંધિત છે. કરચોરી વિરોધી પગલા હાલના સમયમાં ભરવામાં આવી રહ્યા છે.

Related posts

धारा 370 : कश्मीर के हालात पर SC ने 2 सप्ताह में मांगी रिपोर्ट

aapnugujarat

આવતીકાલે મહાશિવરાત્રિ પર્વની ઉજવણી : લોકો ઉત્સાહિત

aapnugujarat

૨૫ એપ્રિલે મોદી વારાણસીમાં રોડ શો કરશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1