Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

જેટ એરવેઝના કર્મચારીઓના પગારમાં ઘટાડો

જેટ એરવેઝ દ્વારા તેમના કર્મચારીઓની સેલેરીમાં ૨૫ ટકા સુધીનો ઘટાડો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કંપનીએ કર્મચારીઓને જણાવ્યું કે ક્રૂડ ઓઇલના વધી રહેલા ભાવને જોતા અને રૂપિયાના મૂલ્યમાં ઘટાડો થતો હોવાથી કાર્યકારી ખર્ચમાં તીવ્ર વધારો થયો છે. રૂ. ૧૨ લાખની વાર્ષિક કમાણી કરનારના પગારમાં કાપ ૫ ટકાથી નીચો રહેશે તો બીજી તરફ રૂ.૧ કરોડ અને તેની ઉપરની કમાણી માટે કાપ ૨૫ ટકાથી વધુ હશે. જો કે, આ પગાર કાપ કેટલા સમય સુધી ચાલશે તે અંગે હજુ કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. ઉપરાંત કર્મચારીઓને જણાવવામાં પણ નથી આવ્યું કે તેમને રિફન્ડ મળશે કે નહીં. જેટ એરવેઝના પાઈલટના પગારમાં પણ કાપ મુકાશે. જેટ એરવેઝ હાલ સેલરી પાછળ દર વર્ષે રૂ.૩૦૦૦ કરોડનો કુલ ખર્ચ કરે છે. પરંતુ હવે આ મહિનાથી પગારમાં કાપ મુકવામાં આવશે. તેથી કુલ કર્મચારીઓની કિંમતમાં રૂ. ૫૦૦ કરોડ ઘટશે તેવી ધારણા છે. એરલાઇન્સની ટોચની મેનેજમેન્ટે કર્મચારીઓ સાથે બેઠક કરી તેમની સેલરીમાં ઘટાડો કર્યો હોવાની માહિતી આપી હતી. આ વિશે જેટ એરવેઝને મોકલવામાં આવેલા ઇમેઇલનો હજુ કોઇ જવાબ મળ્યો નથી. સૂત્રોએ જણાવ્યું હતું કે પાઇલોટ્‌સની સેલેરીમાં લગભગ ૧૭ ટકા ઘટાડો કરવામાં આવશે. જેટ એરવેઝ સેલેરી પર વાર્ષિક ૩,૦૦૦ કરોડ રૂપિયા ખર્ચે છે. ત્યારે આ પગલા લગભગથી ૫૦૦ કરોડ રુપિયાની બચત થશે.

Related posts

દેશના ૧૨૨ પાવર પ્લાન્ટમાં કોલસાની તંગી

aapnugujarat

૯ દિવસ બાદ કેજરીવાલના ધરણા પ્રદર્શનનો અંત

aapnugujarat

RBI એ રેપોરેટ ન બદલતા મોંઘવારીના ટેન્શનમાં રાહત નહીં

editor

Leave a Comment

UA-96247877-1