Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

૯ દિવસ બાદ કેજરીવાલના ધરણા પ્રદર્શનનો અંત

દિલ્હીમાં આઈએએસ અધિકારીઓ દ્વારા સરકારી બેઠકોમાં સામેલ હોવાના નિર્ણય બાદ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે એલજી હાઉસ ઉપર છેલ્લા નવ દિવસથી ચાલી રહેલા ધરણા પ્રદર્શનનો અંત આણ્યો હતો. નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયાએ કહ્યું હતું કે, મંત્રીઓ દ્વારા આજે બોલાવવામાં આવેલી બેઠકમાં મુખ્ય સચિવ સહિત તમામ ટોચના અધિકારી ઉપસ્થિત રહ્યા હતા. કેજરીવાલ પોતાના મંત્રીમંડળના સાથી ગોપાલરાયની સાથે રાજનિવાસમાં નવ દિવસથી ધરણા પ્રદર્શન કરી રહ્યા હતા. આજે કેજરીવાલે રાજનિવાસ છોડી દીધો હતો. આઈએએસ અધિકારીઓને તેમની સરકારની બેઠકમાં સામેલ થવાની માંગ કરવામાં આવી હતી. આ માંગને લઇને અરવિંદ કેજરીવાલ, મનિષ સિસોદિયા, મંત્રી સત્યેન્દ્ર જૈન અને ગોપાલ રાય ૧૧મી જૂનથી રાજનિવાસમાં ધરણા પ્રદર્શન કરી રહ્યા હતા. ધરણા બાદ મુખ્યમંત્રી સાથે પ્રથમ વાતચીતમાં એલજી અનિલ બેજલે કેજરીવાલને પત્ર લખીને તેમને અધિકારીઓ સાથે તરત વાતચીત કરવા માટે કહ્યું હતું. સાથે સાથે બંને પક્ષોની તકલીફોને દૂર કરવા માટે કહ્યું હતું. સિસોદિયાએ મડાગાંઠનો અંત લાવવા માટે સરકાર અને અધિકારીઓ વચ્ચે વાતચીત માટેની માંગ કરી હતી. અરવિંદ કેજરીવાલ અધિકારીઓની હડતાળના વિરોધમાં ધરણા પ્રદર્શન કરી રહ્યા હતા. કેજરીવાલે કહ્યું હતું કે, આઈએએસ અધિકારી મોદીના આદેશ ઉપર ધરણા પ્રદર્શન કરી રહ્યા છે. વડાપ્રધાન અને એલજીને પત્ર લખીને અધિકારીઓની હડતાળને ખતમ કરવાની માંગ કરવામાં આવી હતી. ત્યારબાદ ચાર રાજ્યોના મુખ્યમંત્રી કેજરીવાલના સમર્થનમાં આવ્યા હતા. નીતિ આયોગની બેઠકમાં આ ચારેય મુખ્યમંત્રીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી જેમાં મુખ્યમંત્રી મમતા બેનર્જી પણ રહ્યા હતા.

Related posts

अब मोदी सरकार के निशाने पर डॉक्टर और दवा कंपनियां

aapnugujarat

अदालत में पेश हुए विजय माल्या, खुद को बताया निर्दोष

aapnugujarat

ગુજરાતના ૩૬ તાલુકામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1