Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

બાબા બર્ફાનીનાં દર્શન કરવા ૬૭૧ ભક્તોની ટુકડી રવાના

અમરનાથ યાત્રામાં શ્રદ્ધાળુઓનો ઉત્સાહ હજુ અકબંધ રહ્યો છે. આજે સવારે સઘન સુરક્ષા વચ્ચે ૬૭૧ શ્રદ્ધાળુઓની નવી ટુકડી રવાના થઇ હતી. આ તમામ શ્રદ્ધાળુઓની ટીમ ૧૭ જુદા જુદા વાહનોમાં રવાના કરવામાં આવી હતી. સઘન સુરક્ષા વચ્ચે ભગવતી નગર યાત્રી નિવાસથી આ તમામ શ્રદ્ધાળુઓ રવાના થયા હતા. બલતાલ અને પહેલગામ માટે આ ટીમ રવાના થઇ હતી. હજુ સુધી અમરનાથ દર્શન કરી ચુકેલા શ્રદ્ધાળુઓની સંખ્યા ૨.૬૬ લાખથી ઉપર પહોંચી ચુકી છે. જે એક નવો રેકોર્ડ છે. કાશ્મીર ખીણ ંમાટે જુદા જુદા વાહનોમં શ્રદ્ધાળુઓ રવાના થયા હતા. ભગવતી નગર યાત્રી નિવાસથી તમામ શ્રદ્ધાળુઓ રવાના થયા હતા. ખરાબ હવામાનની સ્થિતી હોવા છતાં શ્રદ્ધાળુઓ ભારે ઉત્સાહિત દેખાઇ રહ્યા છે.હાલમાં ભારે વરસાદ, ખરાબ હવામાન અને પ્રતિકુળ સંજોગોના કારણે અમરનાથ યાત્રાને વારંવાર મોકૂફ રાખવામાં આવી હતી પરંતુ શ્રદ્ધાળુઓનો ઉત્સાહ અભૂતપૂર્વ છે.તમામ ખરાબ સંજોગો હોવા છતાં ભારે ઉત્સાહ છે. ૨૮મી જૂનના દિવસે અમરનાથ યાત્રાની શરૂઆત થઇ હતી. ત્યારબાદથી સતત વરસાદ થવાના કારણે યાત્રામાં વારંવાર અડચણો આવી રહી છે. ૩૦મી જૂનના દિવસે દિવસ દરમિયાન યાત્રાને રોકવામાં આવી હતી. બાલતાલ અને પહેલગામ બેઝ કેમ્પમાં પહેલાથી જ રહેલા શ્રદ્ધાળુઓને રવાના કરવામાં આવ્યા છે. સુરક્ષા વ્યવસ્થા તમામ જગ્યાએ રાખવામાં આવી છે. વિતેલા વર્ષોમાં હુમલા થઇ ચુક્યા છે જેથી આ વખતે વિશેષ સુરક્ષા રાખવામાં આવી રહી રહી છે. આ વખતે અમરનાથમાં છેલ્લા બે વર્ષનો રેકોર્ડ તુટી ચુક્યો છે. ૬૦ દિવસ સુધી ચાલનાર અમરનાથ યાત્રા પૂર્ણ થવા આડે હજુ ચાર સપ્તાહ બાકી રહ્યા છે ત્યારે આંકડો નવી ઉચી સપાટી પર પહોંચી શકે છે. આ વર્ષે આંકડો વર્ષ ૨૦૧૭માં રહેલા ૨.૬૦ લાખના આંકડાને પહેલાથી જ પાર કરી ગયો છે. હજુ સુધી આ વર્ષે ૨.૬૬ લાખ શ્રદ્ધાળુઓ નોંધાયા છે. બીજી બાજુ વર્ષ ૨૦૧૬માં માત્ર ૨.૨ લાખ શ્રદ્ધાળુઓ નોંધાયા હતા. હુમલાની દહેશત હોવા છતાં શ્રદ્ધાળુઓ ભયવગર આગળ વધી રહ્યા છે. ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બાબા બર્ફાનીના દર્શન કરવા માટે તમામ શ્રદ્ધાળુઓ ઉત્સાહિત દેખાઇ રહ્યા છે. શ્રદ્ધાળુઓ દર્શન માટે નિયમિત ગાળામાં રવાના થઇ રહ્યા છે. આ ઉત્સાહ અકબંધ રહી શકે છે. યાત્રા રક્ષા બંધન સુધી ચાલનાર છે. આજે સવારે સઘન સુરક્ષા વચ્ચે શ્રદ્ધાળુઓની ટીમ રવાના થઇ હતી. અમરનાથ યાત્રા દરમિયાન જુદી જુદી ઘટનાઓમાં હજુ સુધી ૧૩ના મોત થઇ ચુક્યા છે. અમરનાથ યાત્રામાં અનેક પ્રકારની અડચનો આવી રહી છે છતાં શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લાખો શ્રદ્ધાળુઓ પહેલાથી દર્શન કરી ચુક્યા છે અને હજુ લાખો શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે ઉત્સુક બનેલા છે.અમરનાથ યાત્રાને લઇને શ્રદ્ધાળુઓ વર્ષથી રાહ જોતા રહે છે.પ્રતિકુળ સંજોગો હોવા છતાં શ્રદ્ધાળુઓના ઉત્સાહ અને ધાર્મિક માહોલમાં કોઇ ઘટાડો થયો નથી. અમરનાથ યાત્રામાં કોઇ પણ તકલીફ ન પડે તે માટે આ વખતે કેન્દ્રની મોદી સરકાર પણ સક્રિય રહી છે.

Related posts

કેનેડાએ ભારતની ફ્લાઈટ્‌સ પરનો પ્રતિબંધ ૨૧ ઓગસ્ટ સુધી લંબાવ્યો

editor

પેટ્રોલીયમ પ્રોડકટ પર ટેક્ષથી સરકારને ૪.૫૧ લાખ કરોડની કમાણી

editor

કર્ણાટકમાં ચૂંટણી પ્રચારનો અંત : ૧૨મીએ મતદાન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1