Aapnu Gujarat
રાષ્ટ્રીય

કેનેડાએ ભારતની ફ્લાઈટ્‌સ પરનો પ્રતિબંધ ૨૧ ઓગસ્ટ સુધી લંબાવ્યો

કેનેડામાં રહેતા કે ભારતથી જવા ઇચ્છતા ભારતીયોને મોટો ઝાટકો લાગ્યો છે. કેનેડાએ ભારતમાંથી ઉડાનોને ૨૧ ઑગસ્ટ સુધી સસ્પેન્ડ કરી દીધી છે. કહેવાય છે કે કોરોના વાયરસના ખતરાને જાેતા કેનેડાએ આ ર્નિણય લીધો છે. કેનેડાએ પોતાના નાગરિકોને અપીલ કરી છે કે આગળની નોટિસ સુધી કોરોનાના ખતરાને જાેતા દેશની બહાર મુસાફરી કરવાથી બચો. સત્તાવાર નોટિસમાં કહ્યું કે ભારતથી કોઇ ત્રીજા દેશના રસ્તે કેનેડા જનારા લોકોને કોઇ ત્રીજા દેશમાં કોરોના વાયરસ મોલેક્યુલર ટેસ્ટ કરાવો પડશે. તેમાં નેગેટિવ હોવા પર જ કેનેડામાં પ્રવેશવાની મંજૂરી મળશે. જાે પ્રવાસ કરનાર લોકો પહેલાં જ કોરોના વાયરસની ઝપટમાં આવી ચૂકયા છે તો તેમને પોતાના પ્રવાસથી ૧૪થી લઇ ૯૦ દિવસ પહેલાં ટેસ્ટ કરાવો પડશે. તેને પણ કોઇ ત્રીજા દેશમાં જ કરાવો પડશે.
આની પહેલાં કેનેડાએ કોવિડ-૧૯ના નવા સ્વરૂપને ફેલાવાથી રોકવા માટે ભારત અને પાકિસ્તાનથી સીધી ઉડાનો પર પ્રતિબંધ મૂકી દીધો હતો. હવે તેને તે સતત આગળ વધારી રહી છે. જરૂરી વસ્તુ જેવી કે રસી અને ખાનગી સુરક્ષાના સાધનોની અવરજવર માટે કાર્ગો વિમાનોને મંજૂરી આપવામાં આવી છે. વાયુકર્મીઓને આપવામાં આવેલી એક નોટિસ પ્રમાણે પરિવહન મંત્રીનું માનવું છે કે વિમાન સુરક્ષા અને લોકોની રક્ષા માટે આ જરૂરી છે.

Related posts

434 deaths within 24 hours due to Covid-19; India’s tally reached to 6,04,641

editor

અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી દ્વારા પરીક્ષા મોકુફ કરી દેવાઇ

aapnugujarat

श्रीनगर में मौजूद हैं करीब दो दर्जन आतंकवादी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1