Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

કર્ણાટકમાં ચૂંટણી પ્રચારનો અંત : ૧૨મીએ મતદાન

કર્ણાટકમાં હાઈવોલ્ટેજ પ્રચારનો આજે અંત આવ્યો હતો. ૨૨૪ સીટોવાળી કર્ણાટક વિધાનસભા માટે હવે ૧૨મી મેના દિવસે મતદાન થશે. કર્ણાટકમાં કોંગ્રેસ સરકાર બનાવી શકશે કે પછી ભાજપ સરકાર બનાવશે તે અંગે ૧૫મી મેના દિવસે ફેંસલો થશે. પ્રચારના અંતિમ દિવસે તમામ તાકાત લગાવી દેવામાં આવી હતી. વરિષ્ઠ નેતાઓ આક્રમક રેલીઓ, પત્રકાર પરિષદ અને રોડ શો કરતા નજરે પડ્યા હતા. બંને પાર્ટીઓ પોતપોતાની જીતના દાવા કર્યા હતા. કોંગ્રેસ પોતાના સૌથી મોટા રાજ્યમાં સત્તાને જાળવવા પ્રયાસ કરશે. બીજી બાજુ ભાજપ મોદી મેજિકનો સહારો સત્તા આંચકી લેવાના પ્રયાસમાં છે. મોદીએ ચૂંટણી તારીખોની જાહેરાત પહેલા જ સભાઓ કરવાની શરૂઆત કરી હતી. ૧૨૪ સીટમાંથી સરકાર બનાવવા ૧૧૩ સીટોની જરૂર છે. કોંગ્રેસ પાસે હાલમાં ૧૨૨ સીટો છે. ભાજપ પાસે ૪૩ અને જેડીએસ પાસે ૩૭ સીટો છે. કર્ણાટક વિધાનસભાની અવધિ મે ૨૦૧૮માં પૂર્ણ થઇ રહી છે. કર્ણાટકમાં ૪ કરોડ ૯૬ લાખ વોટરો છે. ૯૭ ટકા લોકોને ફોટો ઓળખપત્ર જારી કરવામાં આવ્યા છે. ચૂંટણીમાં ૫૬ હજાર મતદાન મથકો બનાવવામાં આવ્યા છે. તમામ પોલિંગ સ્ટેશન પર ઇવીએમની સાથે વીવીપેટનો ઉપયોગ કરાશે. પ્રચારનો અંત આવી ગયા બાદ ૧૨મી મેના દિવસે મતદાન થશે અને ૧૫મી મેના દિવસે પરિણામ જાહેર કરવામાં આવશે. ભાજપ તરફથી પ્રચારની જવાબદારી વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપ પ્રમુખ અમિત શાહ અને ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે સંભાળી હતી. આ ત્રણેય દ્વારા જોરદાર પ્રચાર કરીને માહોલ સર્જવાના પ્રયાસ કર્યા હતા. કોંગ્રેસ તરફથી રાહુલ ગાંધીએ છેલ્લી ઘડી સુધી પ્રચારમાં એડીચોટીનું જોર લગાવ્યું હતું. કર્ણાટકમાં ૨૨૪ વિધાનસભા બેઠકો પૈકી ૨૨૩ માટે ૧૨મી મેના દિવસે મતદાન યોજનાર છે. આંકડા દર્શાવે છે કે કર્ણાટક ચૂંટણીમાં ૩૯૧ ઉમેદવારોની સામે અપરાધિક કેસ રહેલા છે. ભાજપના ઉમેદવારોની સામે સૌથી વધારે કેસ છે. ભાજપના ૨૨૪ ઉમેદવારો પૈકીના ૮૩ ઉમેદવારો અથવા તો ૩૭ ટકા ઉમેદવારો કેટલાક અપરાધિક કેસમાં સંડોવાયેલા રહ્યા છે. ભાજપ બાદ બીજા સ્થાન પર કોંગ્રેસ પાર્ટી છે. કોંગ્રેસે ૨૨૦ ઉમેદવારો પૈકી ૫૯ એવા નેતાઓને ટિકિટ આપી છે જેમની સામે અપરાધિક કેસ રહેલા છે. કોંગ્રેસના ૫૯ ઉમેદવારોની સામે અપરાધિક કેસ રહેલા છે. બીજી બાજુ જેડીએસના ૧૯૯ પૈકી ૪૧ સામે અપરાધિક કેસ નોંધાયેલા છે. ચૂંટણી સાથે જોડાયેલા આંકડા દર્શાવે છે કે વર્ષ ૨૦૧૩માં વિધાનસભાની ચૂંટણીની તુલનામાં વર્ષ ૨૦૧૮માં અપરાધિક મામલામાં ફસાયેલા ઉમેદવારોની સંખ્યા ૩૩૪થી વધીને ૩૯૧ થઇ ગઇ છે. એડીઆર દ્વારા કરવામાં આવેલા મુલ્યાંકનની બાબત ઉમેદવારો દ્વારા દાખલ કરવામાં આવેલી એફિડેવિટ પર આધારિત છે. જેમાં ૨૫૬૦ ઉમેદવારો પૈકી ૩૯૧ ઉમેદવારોની સામે અપરાધિક કેસ રહેલા છે.ગંભીર મામલાનો સામનો કરતા ઉમેદવારોની સંખ્યા વર્ષ ૨૦૧૩માં ૧૯૫ હતી જે આ વખતે ૨૫૪ થઇ ગઇ છે. ચાર ઉમેદવારોની સામે હત્યાના કેસ રહેલા છે. કર્ણાટકની ગરમી હાલ રહેલી છે.કોંગ્રેસના ૩૨ એટલે કે ૧૫ ટકા તથા જેડીએસના ૨૯ અથવા તો ૧૫ ટકા ઉમેદવારો ગંભીર અપરાધિક મામલાઓનો સામનો કરી રહ્યા છે. ગંભીર મામલાઓનો સામનો કરી રહેલા ઉમેદવારોની સંખ્યા પણ ૨૦૧૩માં ૧૯૫ હતી જે વધીને હવે ૨૫૪ થઇ ગઇ છે. ચાર ઉમેદવારની સામે હત્યાના કેસ રહેલા છે. ૨૫ ઉમેદવારની સામે હત્યાના પ્રયાસના કેસ રહેલા છે. ૨૩ ઉમેદવાર મહિલાઓની સામે અપરાધમાં ફસાયેલા છે.કર્ણાટક ચૂંટણીને લઇને તમામ મતદારો પણ ભારે ઉત્સાહિત દેખાઇ રહ્યા છે.

Related posts

आंधी और बूंदा-बादी से दिल्ली में तामपान थोड़ा गिरा

aapnugujarat

વેક્સીનેશન માટે નવો પ્લાન, દેશની ત્રીજા ભાગની વસ્તીને ફ્રીમાં વેક્સીન અપાઈ શકે છે

editor

नोटबंदी से आतंकी गतिविधियां कम हुई : वित्त मंत्री अरुण जेटली

aapnugujarat

Leave a Comment

UA-96247877-1