Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

કોંગ્રેસનાં સમયે પણ અંબાણી અને અદાણી હતાં : અમરસિંહ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના પ્રવાસ પર ઉત્તરપ્રદેશના પાટનગર લખનૌ આવ્યા ત્યારે જુદી જુદી યોજનાઓના શિલાન્યાસ વેળા તેઓએ તેજાબી પ્રહાર કર્યા હતા. તેઓએ દેશના મોટા વેપારી પરિવારોથી પોતાના અને વિપક્ષના સંબંધોને લઇને તેજાબી પ્રહારો કર્યા હતા. આ ગાળા દરમિયાન તેઓએ અમરસિંહનો પણ ઉલ્લેખ કર્યો હતો. વડાપ્રધાનની તરફેણ કરતા હવે અમરસિંહે સીધીરીતે કોંગ્રેસ ઉપર પ્રહારો કર્યા છે. અમરસિંહે આજે ટિ્‌વટ કરીને કહ્યું હતું કે, વડાપ્રધાનની કોર્પોરેટ સંબંધોની ટીકા પક્ષપાતીરીતે કરવામાં આવે છે. આ ગાળા દરમિયાન તેઓએ કોંગ્રેસ ઉપર પણ ઝાટકણી કાઢવાના અંદાજમાં નિવેદન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, અંબાણી અને અદાણીનો વિકાસ છેલ્લા ચાર વર્ષમાં થયો નથી.
તેમણે ઉમેર્યું હતું કે, આ પરિવારો દશકો પહેલા અસ્તિત્વમાં આવ્યા હતા. તેમણે એમ પણ કહ્યું હતું કે, કોંગ્રેસ જ્યારે સત્તામાં હતી ત્યારે પણ આ પરિવારના લોકો હતા. એક વિડિયોમાં અમરસિંહની વાત ઉપર વડાપ્રધાન પણ નિવેદન કરી ચુક્યા છે. અમરસિંહે વડાપ્રધાનની વાત સાંભળીને મહાત્મા ગાંધીની બાબત યાદ આવતી હોવાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે વિડિયોમાં કહ્યું છે કે, વર્ધા સ્થિત આશ્રમમાં બાપૂની પત્રિકામાં કહેવામાં આવ્યું છે કે, પંડિત જવાહરલાલ નહેરુના ભારતમાં રજવાડા, ઉદ્યોગપતિઓ અને પૈસાવાળા લોકોનું સ્થાન ઓછું હશે પરંતુ એ લોકો પણ સમાજમાં ઉપયોગી અને મહત્વના અંગ તરીકે છે. અમરસિંહે કહ્યું હતું કે, દશકો પહેલા એક ગુજરાતી મહાત્મા ગાંધીની વાતને લઇને હવે નોંધ લેવામાં આવી રહી છે.
એક ગુજરાતી વડાપ્રધાને આ બાબતની નોંધ લીધી છે. કાર્યક્રમ દરમિયાન મોદીએ કહ્યું હતું કે, તેઓ વેપારીઓની સાથે અને ઉદ્યોગપતિઓની સાથે ઉભા રહેવામાં ખચકાટ અનુભવ કરતા નથી.

Related posts

सरकार पर जनता के भरोसे में भारत पहले नंबर परः रिपोर्ट

aapnugujarat

NPR सरकार का NCR की ओर उठाया गया पहला कदम है : ओवैसी

aapnugujarat

‘નમો જેકેટ’નું ધૂમ વેચાણ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1