Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

મોદીએ મનમોહનસિંહ કરતાં વધુ વિદેશ યાત્રા કરી : રિપોર્ટ

કોંગ્રેસ સહિતના વિરોધ પક્ષો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સામાન્ય રીતે વિદેશ યાત્રાને લઇને અને તેના પર કરવામાં આવતા ખર્ચને લઇને હોબાળો કરતા રહે છે. જો કે વાસ્તવિકતા એ છ કે મોદીએ ભલે વિદેશ યાત્રા મનમોહનસિંહ કરતા વધારે કરી છે પરંતુ તેમના પર ખર્ચ ખુબ વધારે નથી. મોદી અને યુપીએ-૨માં ડોક્ટર મનમોહનસિંહની શરૂઆતી ચાર વર્ષમાં કરવામા ંઆવેલી વિદેશ યાત્રા પર સરખામણી કરી છે. જેમાં જાણના મળ્યુ છે કે બંનેના વિદેશ પ્રવાસ પર ખર્ચ કરવામાં આવેલી રકમ લગભગ બરોબર રહી છે. બંનેની શરૂઆતી ચાર વર્ષની વિદેશ યાત્રા પર એર ઇન્ડિયાને આશરે ૩૮૭ કરોડ રૂપિયા ચુકવવામાં આવ્યા છે. એટલુ જ નહીં બંનેએ શરૂઆતના ચાર વર્ષમાં એર ઇન્ડિયાના ચાર્ટર્ડ વિમાનનો ઉપયોગ એક સમાન કર્યો છે.વર્ષ ૨૦૦૯થી વર્ષ ૨૦૧૩ વચ્ચેના ગાળામાં મનમોહનસિંહે ૩૧ વિદેશ યાત્રા કરી હતી જેના પર ૩૮૬.૩૫ કરોડો ખર્ચ કરવામાં આવ્યો હતો. મોદીએ પણઁ શરૂઆતના ચાર વર્ષમાં ૩૧ વિદેશ યાત્રા કરી છે.જેમાં ૩૮૭.૨૬ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ ખર્ચ યુપીએ-૨માં મનમોહનસિંહના શરૂઆતી ચાર વર્ષમાં કરવામાં આવેલા ખર્ચથી માત્ર ૯૧ લાખ રૂપિયા વધારે છે. મોદીએ શરૂઆતના ચાર વર્ષમાં પડોશી દેશની યાત્રા માટે પાંચ વખત ઇન્ડિયન એર ફોર્સના બીબીજે વિમાનનો ઉપયોગ કર્યો હતો. જેના કારણે સરકારને ચુકવણી કરવી પડતી નથી. હાલમાં જ કેટલાક હેવાલ જારી કરવામાં આવ્યા હતા.પીએમઓ દ્વારા આપવામાં આવેલા આંકડા મુજબ નરેન્દ્ર મોદીએ મનમોહનસિંહ કરતા વિદેશી પ્રવાસમાં વધારે દિવસો ગાળ્યા છે. ચાર્ટર્ડ ફ્લાઈટ અને એરક્રાફ્ટ મેન્ટેનન્સ ચાર્જ અને હોટલાઈન સુવિધા આ ત્રણેયને મળીને મોદીના વિદેશ પ્રવાસ પર ૧૪૦૦ કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો છે. યુપીએના શાસનકાળમાં પણ વીવીઆઈપી વિમાન મેન્ટન્સ માટે વાર્ષિક ૨૨૦ કરોડ રૂપિયાનો ખર્ચ થઈ રહ્યો હતો. આ રીતે જ હોટ લાઈન સુવિધા માટે પણ યુપીએ-૨ના ગાળા દરમિયાન મોદી સરકાર જેટલો જ ખર્ચ થયો હતો. પીએમઓની વેબસાઈટ ઉપર મોદીના વિદેશ પ્રવાસ પર ખર્ચ તરીકે માત્ર ચાર્ટર્ડ ફ્લાઈટોના ખર્ચનો ઉલ્લેખ કરાયો છે. પીએમઓ દ્વારા આપવામાં આવેલા આંકડા મુજબ મોદીએ મનમોહનસિંહની સરખામણીમાં વિદેશ પ્રવાસ પર વધારે દિવસ ગાળ્યા છે. સિંહે યુપીએ-૨ના શરૂઆતના ચાર વર્ષના ગાળામાં ૧૩૧ દિવસ વિદેશમાં ગાળ્યા હતા. જ્યારે મોદીએ ૧૫૫ દિવસ ગાળ્યા છે. યુપીએ-૨માં પૂર્ણ ગાળા દરમ્યાન સિંહે ૧૬૧ દિવસ વિદેશમાં ગાળ્યા હતા. મોદી આજની અવધિ સુધી પોતાની અવધિમાં ૧૮૨ દિવસ વિદેશમાં ગાળી ચુક્યા છે.
મનમોહનસિંહે યુપીએ-૨ના ગાળામાં કુલ ૩૮ વિદેશ પ્રવાસ કર્યા હતા. જ્યારે મોદીએ ત્રણ આફ્રિકી દેશોના પ્રવાસને મળીને હજુ સુધી ૪૩ પ્રવાસો કર્યા છે. મનમોહનસિંહે પ્રથમ અવધિમાં ઓછી વિદેશ યાત્રા કરી હતી. પાંચ વર્ષમાં માત્ર ૩૪ વખત વિદેશ ગયા હતા.

Related posts

आज पेट्रोल में 8 पैसे और डीजल की कीमत में 12 पैसे प्रति लीटर की हुई कटौती

aapnugujarat

સુશીલ શિંદેએ મોદીની સરખામણી હિટલર સાથે કરી

aapnugujarat

राजद का नीतीश कुमार को ऑफर : ‘तेजस्वी को बनाएं बिहार का सीएम, आपको बनाएंगे पीएम उम्मीदवार’

editor

Leave a Comment

UA-96247877-1