Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

યુપીમાં ભારે વરસાદ : ૬૦થી વધુનાં મોત

ઉત્તર ભારતથી લઇને પશ્ચિમ બંગાળ સુધીના વિસ્તારમાં ભારે વરસાદ જારી રહ્યો છે. પહાડી વિસ્તારોથી લઇને મેદાની ભાગો સુધી ભારે વરસાદના કારણે જનજીવન ખોરવાઇ ગયુ છે. ભારે વરસાદના કારણે પાટનગર દિલ્હી સહિતના કેટલાક વિસ્તારમાં હાલત કફોડી બનેલી છે.
રાજસ્થાન, મઘ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, હિમાચલ પ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં જોરદાર વરસાદ થઇ રહ્યો છે. દિલ્હી અને ઉત્તરપ્રદેશમાં છેલ્લા ત્રણ દિવસથી અતિ ભારે વરસાદ થઈ રહ્યો છે. જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે.
ઉત્તરપ્રદેશમાં વરસાદ, આંધી તોફાન અને વીજળી પડવાના કારણે ૬૦ લોકોના મોત થયા છે. બીજી બાજુ દિલ્હીમાં યમુના નદીમાં પાણીની સપાટી ભયજનક સ્તરથી ઉપર પહોંચી ગઈ છે. જેના પરિણામ સ્વરૂપે નીચાણવાળા વિસ્તારોમાં પુરનું સંકટ તોળાઈ રહ્યું છે. આજે શનિવારે સવારે ૧૧ વાગ્યે હથીનીકુંડ બેરેજમાંથી ૩૧૧૧૯૦ ક્યુસેક પાણી છોડવામાં આવ્યા બાદ નીચાણવાળા વિસ્તારોમાં પુરનો ખતરો તોળાઈ રહ્યો છે. ઉત્તરાખંડમાં પણ અનેક નદીઓમાં પાણીની સપાટી ભયજનક સ્તરથી ઉપર પહોંચી ચુકી છે. ઉત્તરપ્રદેશના જુદા જુદા વિસ્તારમાં ૬૦ થી વધુ લોકોના મોત થઈ ચુક્યા છે. સૌથી વધારે સહારનપુરમાં ૧૧ લોકોના મોત થયા છે. છેલ્લા બે દિવસમાં હજુ સુધી ૪૯ લોકોના મોત થઈ ચુક્યા છે. આગ્રા અને મેરઠમાં છ છ લોકોના મોત થયા છે. મેનપુરીમાં ૪, કાસગંજમાં ૩, બરેલી, બાગપત, બુલંદશહેરમાં બે બે લોકોના મોત થયા છે. કાનપુર, મથુરા, ગાઝીયાબાદ, હાફુડ, રાયબરેલી, જાલોન, જોનપુર, પ્રતાપગઢ, બાંદ્રા, ફિરોઝાબાદ, અમેઠી, કાનપુર અને મુજફ્ફરનગરમાં વરસાદ સંબંધિત બનાવોમાં એક એક લોકોના મોત થયા છે. રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તમામ જિલ્લાના ટોપના અધિકારોને એલર્ટ રહેવા માટે આદેશ જારી કર્યા છે. પુરગ્રસ્ત વિસ્તારોમાં કામગીરી હાથ ધરવા માટે પણ સૂચના આપી છે. હવામાન વિભાગનું કહેવું છે કે પૂર્વીય ઉત્તરપ્રદેશમાં હજુ પણ અતિ ભારે વરસાદ થઈ શકે છે. હરિયાણાના હથીનીકુંડમાંથી પાણી છોડવા અને સતત વરસાદના પરિણામ સ્વરૂપે યમુના નદીમાં પાણીની સપાટી ભયજનક સ્તરથી ઉપર પહોંચી ચુકી છે. યમુનામાં પાણીની સપાટી ૨૦૫.૦૬ મીટર સુધી પહોંચી ગઈ છે જે વર્તમાન પાણીની સપાટી જે ખતરાજનક સ્તર છે તેનાથી ૦.૨૩ મીટર વધારે છે. ઉત્તરાખંડમાં પણ અવિરત વરસાદ થઈ રહ્યો છે. મસુરીમાં સૌથી વધારે વરસાદ પડ્યો છે. રાજસ્થાનના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદના કારણે સરોવર અને નદી નાળાઓ છલકાઇ ગયા છે. રાજ્યના સરહદી જિલ્લા બાડમેરમાં ભારે વરસાદ થયો છે. જયપુરના શાહપુરામાં નદીમાંથી ડુબવાથી એકનુ મોત થયુ છે. હવામાન વિભાગે માહિતી આપતા કહ્યુ છે કે રાજસ્થાનના ૩૫થી વધારે જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે. વરસાદને લઇને એલર્ટની જાહેરાત પણ કરવામાં આવી છે. છેલ્લા ૨૪ કલાકમાં સૌથી વધારે વરસાદ સિકરમાં થયો છે. મધ્યપ્રદેશમાં પણ ભારે વરસાદ થયો છે. હિમાચલપ્રદેશમાં મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ થઇ રહ્યો છે. પંજાબ અને હરિયાણામાં પણ સતત વરસાદ થઇ રહ્યો છે. બંગાળમાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તારો જળબંબાકાર બની ગયા હતા. જનજીવન પર પ્રતિકુળ અસર થઇ હતી. બંગાળમાં કોલકત્તા સહિત કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ઉત્તરપ્રદેશના મથુરા, આગરા, સહિતના શહેરોમા ભારે વરસાદ થયો છે. બિહાર સહિત દેશના જુદા જુદા ભાગોમાં હાલમાં મોનસુન જોરદાર રીતે સક્રિય હોવાના હેવાલ મળ્યા છે.

Related posts

चंद्रमा की सतह पर दिखा चंद्रयान-2 के विक्रम लैंडर का मलबा : NASA

aapnugujarat

ભારતીય પાસપોર્ટની તાકાત ઘટી ગઈ !

aapnugujarat

ચીનને હવે ભારતની તાકાત સમજાઈ ગઈ છે : રાજનાથ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1