Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

માનવી અને ગાય બંને મહત્વપૂર્ણ છે : યોગી

મોબ લિંચિંગ : કોંગ્રેસ નાની બાબતોને મોટી કરી રહી છે

દેશમાં એક પછી એક મોબ લિંચિંગની થઇ રહેલી ઘટના અંગે પ્રતિક્રિયા આપતા ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું છે કે, આ મામલાઓને બિનજરૂરીરીતે મહત્વ આપવામાં આવી રહ્યું છે. યોગી આદિત્યનાથે ૧૯૮૪માં રમખાણોમાં માર્યા ગયેલા લોકોના સંદર્ભમાં વાત કરતા કહ્યું છે કે, જો મોબ લિંચિંગના સંદર્ભમાં વાત કરવામાં આવે છે તો ૧૯૮૪માં જે ઘટનાઓ બની હતી તે કયા પ્રકારની ઘટનાઓ હતી. કોંગ્રેસ પાર્ટી આ મુદ્દાને બિનજરૂરીરીતે મહત્વ આપી રહી છે. યોગીએ કહ્યું હતું કે, કાયદો અને વ્યવસ્થા રાજ્યનો વિષય છે. કોંગ્રેસની ઇચ્છા છે કે, નાના મુદ્દાઓને મોટીરીતે રજૂ કરવામાં આવે પરંતુ અમા તેમને ક્યારે પણ સફળતા મળશે. રાજસ્થાનના ભાજપ નેતા જશવંત યાદવની જેમ જ યોગીએ પણ કહ્યું છે કે, તમામને બીજાઓની ભાવનાઓનું ધ્યાન રાખવું જોઇએ. તેમણે કહ્યું હતું કે અમે તમામ લોકોને સુરક્ષા આપી રહ્યા છે પરંતુ દરેક વ્યક્તિ, દરેક સમુદાય અને દરેક ધર્મની જવાબદારી બને છે કે તે બીજાના ધર્મ અને જાતિને અપમાનિત ન કરે. માનવી સૌથી મહત્વપૂર્ણ છે પરંતુ ગાય પણ મહત્વપૂર્ણ છે. બંને બાબતો પોતપોતાનીરીતે મહત્વપૂર્ણ છે. બંનેનું રક્ષણ થવું જોઇએ. સંસદમાં કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી દ્વારા વડાપ્રધાનને ગળે લગાવવાના સંદર્ભમાં વાત કરતા યોગીએ કહ્યું હતું કે, સમગ્ર દેશ દ્વારા રાહુલ ગાંધીની હરકતોને ફગાવી દેવામાં આવી છે. અવિશ્વાસ પ્રસ્તાવથી કોંગ્રેસ પાર્ટી ખુલ્લી પડી ગઈ છે. પ્રસ્તાવ દરમિયાન વિપક્ષના નિવેદન અને તરીકાઓ બિલકુલ અયોગ્ય હતા. તેમના અસલી ચહેરાઓ લોકોની સામે આવી ગયા છે. માત્ર ૧૬ મહિનામાં જ ઉત્તરપ્રદેશના તમામ વિસ્તારોના પ્રવાસને લઇને યોગીએ કહ્યું હતું કે, આ તેમના માટે સૌભાગ્યની વાત છે કે, સમગ્ર રાજ્યના પ્રવાસ તેઓ કરી ચુક્યા છે. કાયદો અને વ્યવસ્થાને મજબૂત કરવા પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે, આટલા ઓછા સમય ગાળાની અંદર અમે દરેક જિલ્લામાં પહોંચ્યા છે. રિવ્યુ કમિટિની બેઠકો યોજી છે. વિકાસ કાર્યોને આગળ લઇ જવાના કારમ કર્યા છે. મોબ લિંચિંગની ઘટનાઓ દેશભરમાં બની રહી છે. આને લઇને વારંવાર જુદા જુદા અહેવાલો આવી રહ્યા છે. ગઇકાલે સંસદમાં આના મુદ્દે ચર્ચા થઇ હતી.અત્રે ઉલ્લેખનીય છે કે, રાજસ્થાનના અલવરના રકબર ખાન ઉર્ફે અકબર ખાન નામના શખ્સની ભીડ દ્વારા માર મારીને હત્યા કરી દેવામાં આવ્યા બાદ તેની ગુંજ ગઇકાલે સંસદમાં પણ જોવા મળી હતી. અલવર કાંડના મુદ્દાને ઉઠાવીને વિપક્ષે સરકાર ઉપર પ્રહાર કર્યા હતા અને આને રોકવા માટે જરૂરી પગલા લેવાની રજૂઆત પણ કરી હતી. કોંગ્રેસે મોબ લિંચિંગની ઘટનાઓના મુદ્દે ભારે હોબાળો મચેલો છે. કોંગ્રેસે આ ઘટનાઓની સુપ્રીમ કોર્ટમાં વર્તમાન જજ મારફતે તપાસ કરાવવાની માંગ કરી હતી. કોંગ્રેસ તરફથી આ પ્રકારની માંગ કરવામાં આવ્યા બાદ રાજનાથસિંહે કહ્યું હતું કે, સરકાર આ પ્રકારની ઘટનાઓને લઇને ગંભીર છે અને આને રોકવા માટે જો કાયદાની જરૂર પડશે તો તે કરશે.

Related posts

ખુશખબર ! ખેડૂતોની આવક બમણી કરવા મોદી સરકારે ભર્યું આ એક મોટું પગલું, જાણો વધુ

aapnugujarat

ઑક્સિજનના અભાવમાં દર્દીઓના મોત નરસંહાર સમાન : અલ્હાબાદ હાઇકોર્ટ

editor

ચોરીના આરોપ બદલ મહિલા પોલીસે માતા-પુત્રીને પુરુષ સામે નગ્ન કરી ફટકાર્યા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1