Aapnu Gujarat
મનોરંજન

શ્રેષ્ઠતા પર ધ્યાન આપું છું : હુમા

અભિનેત્રી હુમા કુરૈશીએ કહ્યું હતું કે હું સક્સેસ (સફળતા)ની પાછળ પડતી નથી. એક્સેલન્સ (શ્રેષ્ઠતા)ની પાછળ રહું છું. સફળતા તો કામચલાઉ હોય છે, આવે અને જાય. હુમા કેટલીક ફિલ્મોની સાથોસાથ ટેલેન્ટ હન્ટ જેવા પ્રોગ્રામ્સ પણ કરતી રહે છે. એણે કહ્યું કે મેંં કદી સફળતાની પાછળ દોટ મૂકી નથી. મારો હેતુ સફળતા કરતાં શ્રેષ્ઠતા પર વધુ હોય છે. સફળતા કદી કાયમી હોતી નથી, એ તો હંગામી હોય છે. મને જે ઑફર મળે એનું પૃથક્કરણ કરીને મને એ રોલ ગમે તો સ્વીકારી લઉં છું. હાલ એ એક નવો ટીવી શો કરી રહી છે. એણે કહ્યું કે હું સખત નર્વસ છું કારણ કે અત્યાર અગાઉ મેં ફિલ્મના પ્રમોશન માટે ગેસ્ટ તરીકે ટીવી શોમાં હાજરી આપી હતી. પરંતુ આ શો અલગ પ્રકારનો છે. એમાં નવી પ્રતિભાઓને તક આપવાની વાત છે. આવા શોમાં જજ તરીકે હાજર રહેવું એ એક પડકાર છે. તમે કોઇની પ્રતિભાને જજ શી રીતે કરી શકો ? તેણે ઉમેર્યું હતું કે મોટા ભાગના પ્રતિસ્પર્ધીઓ ખૂબ ટેલેન્ટેડ છે અને હજુ સાવ કૂમળી વયના છે. આ ઉંમર એમની ફોર્મેટિવ ઉંમર કહેવાય જ્યારે એ હજુ ઘડાવાની શરૃઆત હોય છે. માટે આ કામગીરીને હું ચેલેંજિંગ કહું છું. કોઇ પ્રતિભાવાનને અન્યાય ન થાય એની પણ કાળજી રાખવી પડે છે.

Related posts

લોકડાઉન ખુલતાની સાથે જ ટિ્‌વટરે મારા પર પ્રતિબંધ મુકી દીધો : કંગના

editor

જેક્લીન ગ્લેમર ભૂમિકા સુધી મર્યાદિત રહેવા તૈયાર નથી

aapnugujarat

Hrithik Roshan’s ‘Kaabil’ gets new name ‘Da Shuai’ from Chinese audience

aapnugujarat

Leave a Comment

UA-96247877-1