Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

લોકસભા ચૂંટણી : ભાજપે ૧૮૦૦ વૉટ્‌સએપ ગ્રુપ બનાવ્યા

દિલ્હી ભાજપના પ્રદેશ એકમે ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી પહેલા ૧૮૦૦થી વધારે વ્હોટ્‌સએપ ગ્રુપ બનાવ્યા છે. આ દરેક વ્હોટ્‌સએપ ગ્રુપમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સદસ્ય છે. આની પાછળનો ઉદેશ્ય અમિત શાહને સીધી માહિતી મળે તેવો છે. દિલ્હી ભાજપના પ્રદેશ એકમે ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી પહેલા મંડળ સ્તરની ટીમોની નવેસરથી રચના કરી છે.
દિલ્હી ભાજપ એકમના મીડિયા પ્રભારી અને સોશયલ મીડિયા એકમના સહ-પ્રભારી નીલકાંત બક્ષીએ કહ્યુ છે કે તેઓ પાર્ટીના તમામ પદાધિકારીઓ અને કાર્યકર્તાઓને સોશયલ મીડિયા પ્લેટફોર્મ પર લાવવાની કોશિશ કરી રહ્યા છે. અત્યાર સુધીમાં ૧૮૦૦થી વધારે વ્હોટ્‌સએપ ગ્રુપ બનાવવામાં આવ્યા છે. તેની સંખ્યા સતત વધી રહી છે.
ભાજપનું લક્ષ્ય સીધી માહિતી પહોંચાડવાનું અને નકલી ખબરો પર રોક લગાવવાનું છે. આ દરેક વ્હોટ્‌સએપ ગ્રુપમાં અમિત શાહ અને દિલ્હી ભાજપના પ્રદેશ પ્રમુખ મનોજ તિવારીનો સંપર્ક નંબર પણ મૂકવામાં આવ્યો છે. જેથી તેમની પાસે સીધી માહિતી પહોંચી શકે.

Related posts

चंद्रयान की सफल प्रक्षेपण ने आशा से ज्यादा सफलता हासिल कर ली है – के. शिवन

aapnugujarat

સતત પાંચમાં દિવસે પેટ્રોલ અને ડિઝલ કિંમત ઘટી

aapnugujarat

इकबाल मिर्ची की संपत्ति जब्त होगी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1