Aapnu Gujarat
ગુજરાત

સાપુતારામાં ગીરા ધોધનું આહલાદક વાતાવરણ નિહાળવા સહેલાણીઓ ઉમટ્યા

ગુજરાતના એક માત્ર હિલ સ્ટેશન એવા સાપુતારામાં વરસાદી માહોલ જામતા ચારેય કોર કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું છે. ગુજરાત અને મહારાષ્ટ્રની બોર્ડર પર આવેલા સાપુતારામાં સહેલાણીઓનો ભારે ધસરો જોવા મળી રહ્યો છે. વરસાદના કારણે વધઈનો ગીરા ધોધ પણ સક્રીય થયો છે. ગીરા ધોધ પરથી ધસમસતો પાણીનો પ્રવાહ વહી રહ્યો છે જેના કારણે આસપાસનું વાતાવરણ આહલાદક બન્યું છે. ધોધના કારણે ધુમ્મસ ભર્યું વાતાવરણ થયું છે. ત્યારે સહેલાણીઓ ગીરા ધોધ નિહાળવા માટે પહોંચી રહ્યા છે. મોટી સંખ્યામાં અહીં પ્રવાસીઓ પહોંચ્યા છે. કુદરતી સૌંદર્યની મજા માણી રહ્યા છે. પ્રાકૃતિક સૌંદર્ય પ્રેમી લોકો આ નજારો નિહાળવા માટે દૂર દૂરથી આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, સાપુતારા ગુજરાતનું એકમાત્ર હિલ સ્ટેશન છે, જે સમુદ્રમાં ૩૦૦૦ ફીટની ઊંચાઇ પર છે. ગુજરાત અને એની આસપાસના વિસ્તારોમાં આ હિલ સ્ટેશન ખૂબ જ લોકપ્રિય છે.

Related posts

ધોરાજીમાં ઇંગ્લિશ દારૂ પકડી પાડતા મહિલા પી.એસ.આઈ નયનાબેન કદાવાલા

editor

કોંગ્રેસની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક ૧૨ માર્ચે ગુજરાતમાં યોજાશે

aapnugujarat

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ લગભગ તમામ પક્ષોએ શરૂ કરી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1